Site icon News Continuous Bureau | Mumbai

Malad day care center મલાડમાં એક પરિવારે વિજ્ઞાન પુનર્જીવિત કરશે તેવી આશામાં 4 વર્ષ સુધી મૃતદેહ સાચવી રાખ્યો…

Malad day care center 'ક્રાયોનિક્સ' તકનીકથી પિતા જીવતા થશે તેવા ભ્રમમાં રેફ્રિજરેશન સિસ્ટમ લગાવી રાખી, પોલીસ તપાસ તેજ

Malad day care center  મલાડમાં એક પરિવારે વિજ્ઞાન પુનર્જીવિત કરશે તેવી આશામાં 4 વર્ષ સુધી મૃતદેહ સાચવી રાખ્યો…

Malad day care center મલાડમાં એક પરિવારે વિજ્ઞાન પુનર્જીવિત કરશે તેવી આશામાં 4 વર્ષ સુધી મૃતદેહ સાચવી રાખ્યો…

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Malad day care center મુંબઈના મલાડ વિસ્તારમાં પરિવારે પોતાના મોભી પુનર્જીવિત થશે તેવી અંધશ્રદ્ધા અને વિજ્ઞાનના અતિરેકમાં ૪ વર્ષ સુધી મૃતદેહને કેમિકલ્સ અને ફ્રિજમાં સાચવી રાખ્યાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.

Malad day care center – બંધ ડે-કેર સેન્ટરમાંથી અસહ્ય દુર્ગંધ અને પોલીસ કાર્યવાહી

મુંબઈના મલાડ-કુરાડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને અસામાન્ય ઘટના સામે આવી છે. છેલ્લા દોઢ મહિનાથી બંધ પડેલા એક ડે-કેર સેન્ટરમાંથી આસપાસના રહીશોને અસહ્ય દુર્ગંધ આવતાં તેમણે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. કુરાર પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંધ મકાનનો દરવાજો તોડીને અંદર તલાશી લેતાં એક વ્યક્તિનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ પરિવારના મોભીનું અવસાન ચાર વર્ષ પહેલાં હાર્ટ એટેકથી થયું હતું, પરંતુ સ્વજનોએ તેમના અંતિમ સંસ્કાર કરવાના બદલે ‘ક્રાયોનિક્સ’ (Cryonics) તકનીક દ્વારા ભવિષ્યમાં તેઓ ફરી જીવિત થશે તેવી આશાએ મૃતદેહને છુપાવી રાખ્યો હતો.

Malad day care center – અમેરિકા ન મોકલી શકતાં ઘરમાં જ ઊભી કરી રેફ્રિજરેશન સિસ્ટમ

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ પરિવારના સંતાનો ઉચ્ચ શિક્ષિત છે, જેમાં એક ડોક્ટર અને બીજો વૈજ્ઞાનિક છે. પિતાના આકસ્મિક નિધનનો આઘાત સહન ન થતાં તેમણે મૃતદેહને અમેરિકા સ્થિત ક્રાયોનિક્સ ફેસિલિટી (Cryonics facility) માં મોકલવા માટે તજવીજ હાથ ધરી હતી. જોકે, આંતરરાષ્ટ્રીય નિયમો, કાયદાકીય મંજૂરીઓ અને નાણાકીય અડચણોના કારણે તેઓ મૃતદેહ વિદેશ મોકલી શક્યા નહોતા. જેથી તેમણે મલાડ સ્થિત પોતાની બંધ મિલકતમાં સ્પેશિયલ રેફ્રિજરેશન યુનિટ અને ખાસ કેમિકલ્સની મદદથી તાપમાન નિયંત્રિત કરીને મૃતદેહને સડતો અટકાવવાનો ગેરકાયદેસર પ્રયાસ કર્યો હતો.

Malad day care center – તબીબી વાસ્તવિકતા અને કાયદાકીય ઉલ્લંઘન અંગે પોલીસ તપાસ

તબીબી અને વૈજ્ઞાનિક સમુદાયના મતે ક્રાયોનિક્સ એ માત્ર એક સૈદ્ધાંતિક વિષય છે અને તબીબી રીતે મૃત જાહેર થયેલી વ્યક્તિ ક્યારેય ફરી જીવિત થઈ શકી હોય તેવો કોઈ વૈજ્ઞાનિક પુરાવો ઉપલબ્ધ નથી. પોલીસે પરિવારનું કાઉન્સિલિંગ કરી વાસ્તવિકતા સમજાવતાં આખરે પરિવારે અંતિમ સંસ્કાર માટે સંમતિ દર્શાવી છે. જોકે, સ્થાનિક નાગરિક વહીવટીતંત્ર અને પોલીસ સત્તાવાળાઓની જાણ બહાર ચાર વર્ષ સુધી માનવ મૃતદેહને બિનસત્તાવાર રીતે સાચવી રાખવા બદલ કાયદાના ઉલ્લંઘન અંગે પોલીસે અકસ્માતે મોત (ADR) નો ગુનો નોંધી ઊંડાણપૂર્વક કાનૂની તપાસ શરૂ કરી છે.

👉 આ સમાચાર વાચો:
Rahul Gandhi 2029 PM Face શું રાહુલ ગાંધી 2029માં વિપક્ષનો ચહેરો બનશે? પત્રકારોના સવાલ પર મમતા બેનર્જીએ આપ્યો આ જવાબ

Borivali Encroachment Demolition બોરીવલીમાં પાલિકાનું બુલડોઝર ફર્યું ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ અભિયાન હેઠળ 20 ગેરકાયદે બાંધકામો અને 15 સ્ટોલ તોડી પડાયા
Mumbai Fire Brigade ACB Trap હોટેલના ફાયર લાયસન્સ માટે લાંચ માગનારા મુંબઈ ફાયર બ્રિગેડના બે અધિકારીઓ ₹80 હજાર લેતા ACB ના સકંજામાં
Railway Divyang Coach Special Drive દિવ્યાંગ કોચમાં રેલવેની સ્પેશિયલ ડ્રાઈવ 39 અનધિકૃત પ્રવાસીઓ પાસેથી ₹78,000 નો દંડ વસૂલાયો
Khar Road Accident ખાર માર્ગ અકસ્માતમાં પૂરપાટ કારે લીધો યુવકનો ભોગ, પત્ની હોસ્પિટલમાં દાખલ, વૃદ્ધ ચાલક સામે કેસ દાખલ
Exit mobile version