News Continuous Bureau | Mumbai
Malad Jewellery Showroom Heist મુંબઈના પશ્ચિમી ઉપનગર મલાડ (Malad West) સ્થિત એસ.વી. રોડ પર આવેલા એક જાણીતા જ્વેલરી શોરૂમમાં વિશ્વાસઘાત અને કરોડો રૂપિયાની સનસનીખેજ ચોરીનો મામલો સામે આવ્યો છે; દુકાન માલિક પોતાના પરિવાર સાથે રાજસ્થાન ગયા હોવાનો લાભ ઉઠાવીને ત્યાં કામ કરતા વિશ્વાસુ સેલ્સમેને પોતાના ત્રણ સાથીદારો સાથે મળીને ₹૧.૩૦ કરોડના સોના અને ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી છે; દુકાન બંધ કરતી વખતે આરોપીએ સાથી કર્મચારીને છેતરીને ખોટી ચાવી સોંપી હતી અને અસલી ચાવી પોતાની પાસે રાખી રાત્રિના સુમારે આખો શોરૂમ ખાલી કરી દીધો હતો; મુંબઈ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધી આરોપીઓને દબોચવા માટે અલગ અલગ રાજ્યોમાં તપાસ ટીમો રવાના કરી છે.
Malad Jewellery Showroom Heist – માલિક બહારગામ જતાં જ કાવતરું ઘડ્યું: ખોટી ચાવી આપીને અસલી ખેલ પાડ્યો
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, મલાડ પશ્ચિમના એસ.વી. રોડ પર જ્વેલરી શોરૂમ ચલાવતા વેપારી અંગત કામ અર્થે પરિવાર સાથે રાજસ્થાન ગયા હતા. આ દરમિયાન શોરૂમની સંપૂર્ણ જવાબદારી વિશ્વાસુ સેલ્સમેન અને અન્ય સ્ટાફ પર હતી. સાંજે દુકાન વધાવતી વખતે આરોપી સેલ્સમેને એક યોજનાબદ્ધ ષડયંત્ર હેઠળ અસલી ચાવી પોતાની પાસે સંતાડી રાખી હતી અને સાથી કર્મચારીને નકલી કે ખોટી ચાવી પકડાવી દીધી હતી. બીજા દિવસે સવારે જ્યારે સ્ટાફે દુકાન ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે તાળું ખૂલ્યું નહોતું અને સેલ્સમેનનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતાં કર્મચારીઓને દાળમાં કંઈક કાળું હોવાની શંકા ગઈ હતી.
Malad Jewellery Showroom Heist – CCTV ફૂટેજમાં ભાંડો ફૂટ્યો: માત્ર 35 મિનિટમાં બેગ ભરીને ફરાર
ઘટનાની જાણ માલિકને કરવામાં આવતાં તેઓ તાત્કાલિક ફ્લાઇટ પકડીને મુંબઈ પરત ફર્યા હતા. શોરૂમ ખોલીને જોતાં અંદરની મુખ્ય તિજોરી (Safe Locker) અને ડિસ્પ્લે કાઉન્ટર્સ સંપૂર્ણપણે ખાલી મળ્યા હતા. પોલીસે તાત્કાલિક વિસ્તાર અને શોરૂમના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) ની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું કે આરોપી સેલ્સમેન રાત્રે આશરે ૧૦:૧૫ વાગ્યે પોતાના ત્રણ અજાણ્યા સાથીદારો સાથે દુકાનની અંદર પ્રવેશ્યો હતો અને માત્ર ૩૫ મિનિટમાં, એટલે કે ૧૦:૫૦ વાગ્યા સુધીમાં તમામ કિંમતી ઘરેણાં મોટી બેગોમાં ભરીને આસાનીથી રફુચક્કર થઈ ગયો હતો.
Malad Jewellery Showroom Heist – 116 કિલો ચાંદી અને 900 ગ્રામ સોનું ચોરાયું: પોલીસની ટીમો અન્ય રાજ્યોમાં રવાના
વેપારી દ્વારા કરવામાં આવેલી સત્તાવાર ગણતરી મુજબ, ચોરી થયેલા મુદ્દામાલમાં ₹૫૫.૯૮ લાખની કિંમતની ૧૧૬ કિલો ચાંદી અને ₹૭૨ લાખનું ૯૦૦ ગ્રામ સોનું મળી કુલ ₹૧,૩૦,૩૭,૨૩૦ના મૂલ્યવાન દાગીનાનો સમાવેશ થાય છે. મલાડ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita – BNS) ની સંબંધિત કલમો હેઠળ ઘરફોડ ચોરી અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને સીડીઆર (Call Detail Record) ના આધારે આરોપીઓ મહારાષ્ટ્ર બહાર ભાગી ગયા હોવાની શંકાથી પોલીસની વિશેષ ટીમો પડોશી રાજ્યો તરફ રવાના કરવામાં આવી છે.
👉 આ સમાચાર વાચો:
Borivali Spa Sex Racket Busted બોરીવલીમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ 4 મહિલાઓ મુક્ત, કેશિયર જેલભેગો
