Site icon

અરે વાહ!! ટ્રાફિકને ટાળવા માટે મલાડ લિંક રોડથી એક નવો રસ્તો ખુલ્યો. આ વિસ્તારમાં જનારા લોકોને હવે સીધો બાયપાસ મળશે.

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)ના પશ્ચિમ ઉપનગરમાં મલાડ લિંક રોડ(Malad Link Road)થી નાહર રોડને જોડનારો એક નવો રસ્તો નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ નવા રસ્તાને કારણે  લિંક રોડ સિગ્નલ અને કાંચપાડા(Kanchpada)તેમ જ પાલિકાની સ્થાનિક ઓફિસ જવા ઈચ્છુક લોકોને ટ્રાફિક(Traffic Jam)ની સમસ્યાથી છૂટકારો મળશે. તેમ જ સ્થાનિક લોકોને પણ એક નવો રસ્તો મળી ગયો છે.

Join Our WhatsApp Community

મલાડ(Malad) ડિ-માર્ટ લિંક રોડ(Link Road)થી નાહર રોડ કાંચપાડા(Kanchpada)ને જોડનારા આ નવા રસ્તાનું ભાજપ(BJP)ના સાંસદ ગોપાલ શેટ્ટી(MP Gopal Shetty)ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ભૂતપૂર્વ નગરસેવિકા જયા તિવા(Jaya Tiwa)ના પ્રયાસથી મુંબઈ મનપા(BMC)ના ફંડમાંથી સિમેન્ટનો આ રસ્તા બનાવવાનું કામ કરવામાં આવ્યું છે.

જયા તિવાના કહેવા મુજબ લગભગ 20 વર્ષથી આ મેદાન ડીપ પ્લાનમાં હતું પરંતુ કામ આગળ વધતું જ નહોતું. 2017માં પાલિકાની મદદથી આ મેદાનમાં રહેલા ગેરકાયદે ધંધા બંધ કરાવ્યા હતા અને કામ ચાલુ કરવામાં આવ્યું હતું. આ નવા રસ્તાને કારણે લિંક રોડ સિગ્નલ અને કાંચપાડા તેમ જ પાલિકાની ઓફિફ જનારા લોકોને ટ્રાફિકથી છૂટકારો મળશે. આ સિવાય પણ લાખો નાગરિકોને તેનો સીધો ફાયદો થવાનો છે.

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટ પહોંચ્યો બુલડોઝરનો મામલો, જમીઅત ઉલમા-એ-હિંદે કોર્ટમાં દાખલ કરી અરજી.. કરી આ માંગણી 

ભૂતપૂર્વ નગરસેવિકા જયા તિવાના કહેવા મુજ રસ્તો તૈયાર થયા બાદ હવે તેની ડાબી બાજુએ રમતના મેદાન માટે જગ્યા આરક્ષિત કરવામાં આવી છે. બહુ જલદી તેનું કામ ચાલુ કરવામાં આવશે. ડાબી બાજુએ કાંચપાડાથી આવનારા નાગરિકો માટે સિમેન્ટનો રસ્તો તૈયાર કરવામાં આવવાનો છે. તેના ટેન્ડર બહાર પડ્યા હોઈ બહુ જલદી તેનું કામ ચાલુ થશે.

આ દરમિયાન સાંસદ ગોપાલ શેટ્ટી(Gopal Shetty)એ કહ્યું હતું કે લિંક રોડની ડાબી અને જમણી બાજુનું ભૂમિપૂજન 15 દિવસમાં કરવામાં આવવાનું છે, તેમાં કોઈ પણ અડચણો ન આવે તેનું ધ્યાન રાખવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વધુ વકર્યો, આ જિલ્લા પ્રશાસનનો મોટો આદેશ, અઝાન સમયે હનુમાન ચાલીસા વગાડી શકાશે નહીં.. 

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version