પશ્ચિમ રેલ્વે મુસાફરો માટે સલામત અને આરામદાયક મુસાફરીની ખાતરી માટે તમામ પ્રયત્નો કરી રહી છે.
આ પ્રયત્નોને આગળ ધપાવતા, મલાડ રેલ્વે સ્ટેશન પર 10 મીટર પહોળો રાહદારી પુલ મુસાફરો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે
દક્ષિણ છેડે નવ નિર્મિત એફઓબી મુસાફરો માટે એકદમ અનુકૂળ રહેશે, કારણ કે તે સ્ટેશનના પૂર્વ છેડે પ્લેટફોર્મ નંબર 1, 2 અને 3 થી જોડે છે.
એફઓબી લગભગ 4 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે.