એક તરફ મુંબઈ શહેરમાં લિંક રોડ અને હાઇવે પર મેટ્રો નું કામ ચાલે છે અને તેના લીધે દરેક રસ્તાઓ પર ખાડાઓની ભરમાર છે અખબાર અને સોશિયલ મીડિયામાં આ અંગે અનેકવાર ફરિયાદ થતી હોવા છતાં, પ્રશાસન એ ફરિયાદોને કાને ધરતી નથી આવામાં સામાન્ય જનતાને અકસ્માત થવાનો ભય રહે છે.
આવો જ એક બનાવ આજે સવારે મલાડ ખાતે બન્યો છે એક નિર્દોષ સાયકલ સવાર મલાડ વેસ્ટ ના માર્વે રોડ પાસે આવેલા સેજ પ્લાઝા નામના મોલ આગળથી પસાર થઈ રહ્યો હતો. અને બસની નીચે કચડાઈને એ સાઇકલ સવારનું તત્કાળ મૃત્યુ થયું હતું.
ઉલ્લેખનીય છે કે લિંક રોડ એસ.વી રોડ કે હાઇવે પર કોઈપણ ગાડી ૨૦થી વધુની ઝડપે ચાલતી હોવા છતાં પણ આવા અકસ્માતો આઘાતજનક છે.