Site icon

Malad Traffic : મલાડના ટ્રાફિક પર મલાડવાસીઓએ બનાવી ફિલ્મ. પાલીકાના કામને બિરદાવ્યું. જુઓ વિડીયો અને જાણો વિગત

Malad Traffic : મુંબઈની એક એનજીઓએ પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરીને એક ડોક્યુમેન્ટરી બનાવી છે. જેમાં છેલ્લા દોઢ વર્ષમાં મુંબઈના મલાડ માં ટ્રાફિકની સમસ્યાને કઈ ઝડપે હલ કરી છે તે દર્શાવ્યું છે. સાથે જ BMC અધિકારીઓની પ્રશંસા કરવામાં આવી છે.

Malad Traffic NGO praised BMC through documentary for many public welfare works including traffic control in Malad

Malad Traffic NGO praised BMC through documentary for many public welfare works including traffic control in Malad

News Continuous Bureau | Mumbai

Malad Traffic : હાલના દિવસોમાં પ્રદૂષણ અને ટ્રાફિકના કારણે મુંબઈની હાલત ખરાબ છે. શહેરમાં રોડ, મેટ્રો પ્રોજેક્ટ, કોસ્ટલ રોડ પ્રોજેક્ટ અને અન્ય બાંધકામના કામોના સિમેન્ટિંગને કારણે ધૂળના કણોનું સ્તર વધી રહ્યું છે. બીજી તરફ  મુંબઈના મલાડમાં વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ રહે છે. ખાસ કરીને પી ઉત્તર વોર્ડમાં.. ત્યારે મહાનગરપાલિકાએ  આ  વોર્ડમાં ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી કરી રહી છે. મહાનગરપાલિકાની કાર્યવાહીના કારણે રોડ મોકળો થવા લાગ્યો છે અને વર્ષોથી લોકોને પડતી ટ્રાફિક સમસ્યા પણ હલ થઈ રહી છે. મલાડ સ્ટેશન સંકુલમાં ગેરકાયદે બાંધકામ પર મ્યુનિસિપલ કોર્પોરેશન પી નોર્થ વોર્ડ ઓફિસ દ્વારા કરાયેલી કાર્યવાહીનું આ પરિણામ છે. હવે લોકોને સ્ટેશન નજીક બેસ્ટ બસની સુવિધા મળવા લાગી છે.

Join Our WhatsApp Community

એનજીઓએ બનાવી ડોક્યુમેન્ટરી 

દરમિયાન મુંબઈની એક એનજીઓએ એક ડોક્યુમેન્ટરી બનાવી છે, જેમાં છેલ્લા દોઢ વર્ષમાં મુંબઈના મલાડ માં ટ્રાફિકની સમસ્યાને કઈ ઝડપે હલ કરી છે તે દર્શાવ્યું છે. સામાન્ય રીતે, સ્થાનિક જનતા હંમેશા BMCની ગેરરીતિઓ સામે આંદોલન કરતી જોવા મળે છે, પરંતુ આવું પહેલીવાર બન્યું છે જ્યારે મુંબઈના મલાડ વિસ્તારના NGO Fight for Rightએ પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરીને ડોક્યુમેન્ટરી બનાવી હોય. આ ડોક્યુમેન્ટરીમાં BMC પી નોર્થ વોર્ડ.એ છેલ્લા દોઢ વર્ષમાં મલાડના રસ્તાઓને જે ઝડપી ગતિએ પહોળા કરવામાં આવ્યા છે તે દર્શાવ્યું છે અને તે BMC અધિકારીઓની પ્રશંસા કરવામાં આવી છે. જેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે.

આ સમાચાર પણ વાંચો :  હોળીના રંગોની મસ્તી વચ્ચે માણો મીઠી રસમલાઈ, મોઢામાં મૂકતા જ ઓગળી જશે મીઠાશ ; નોંધી લો રેસીપી

જુઓ વિડીયો

સમગ્ર મુંબઈનો ટ્રાફિક 2 વર્ષમાં નોંધપાત્ર રીતે ઘટી શકે છે.. 

NGO  ફાઈટ ફોર રાઈટના પ્રમુખ વિનોદ ઘોલાપ કહે છે કે મુંબઈમાં છેલ્લા અઢી વર્ષથી કોઈ કોર્પોરેટર નથી. તેમની ગેરહાજરી હોવા છતાં અધિકારીઓએ BMC P ઉત્તર વોર્ડ (P North Ward) માં જે રીતે કામ કર્યું છે તે પ્રશંસનીય છે. જ્યારે BMCના અધિકારીઓ તેમનું કામ યોગ્ય રીતે કરતા નથી ત્યારે જનતા તેમની ટીકા કરે છે, જો તેમણે સારું કામ કર્યું હોય તો તેમના વખાણ પણ કરવા જરૂરી છે. અને બીજું, જો મુંબઈનો એક વોર્ડ તેના વિસ્તારની ટ્રાફિક સમસ્યા હલ કરી શકે છે તો અન્ય વોર્ડના અધિકારીઓએ પણ તેમની પાસેથી શીખવું જોઈએ. જો તમામ 24 વોર્ડ મળીને આ રીતે કામ કરે છે, જેમ પી નોર્થ વોર્ડના અધિકારીઓએ કર્યું છે, તો સમગ્ર મુંબઈનો ટ્રાફિક 2 વર્ષમાં નોંધપાત્ર રીતે ઘટી શકે છે.

Mumbai: મોટા સમાચાર, મુંબઈની ઓસી વગરની સેંકડો સોસાયટીઓને મોટો ફાયદો! પહેલા છ મહિનામાં અરજી કરશો તો ‘નો પેનલ્ટી’
Maharashtra Government: મહારાષ્ટ્ર સરકારની અષ્ટવિનાયક યોજનાથી શ્રદ્ધા, પર્યટન અને અર્થતંત્રને વેગ મળશે.
Kapil Sharma controversy: મનસેએ કપિલ શર્માને આડા હાથે લીધો કહ્યું ‘મુંબઈને બોમ્બે કહેવાની હિંમત ન કરતા!’
Mumbai Hit and Run: મુંબઈના લાલબાગ નજીક હિટ-એન્ડ-રન: બે વર્ષની બાળકીનું મોત, ભાઈ ગંભીર રીતે ઘાયલ
Exit mobile version