ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
વાતાવરણમાં ફેરફાર, કમોસમી વરસાદનો ફટકો મુંબઈગરામાં આરોગ્યને લાગી રહ્યો છે. લેપ્ટો, હેપિટાઈટિસ,ચિકનગુનીયા અને એચ૧એન૧ બીમારી નિયંત્રણમાં છે. પણ મલેરિયાનું જાેર વધુ છે. મલેરિયાના ૫૬ દરદીઓ મળ્યા છે. ત્યારબાદ ડેન્ગ્યુના ૧૨ અને ગેસ્ટ્રોના ૫૦ દરદીઓ મળી આવ્યા હતા. આ ત્રણેય બીમારીઓના ૧૧૮ દરદીઓ મળ્યા છે. રાહતની વાતને છેકે તેમાં કોઈનું પણ મોત થયું નથી. પાલિકાના કાર્યકારી આરોગ્ય અધિકારી ડૉ. મંગલા ગોમારેએ જણાવ્યું હતું કે ચોમાસાના રોગને નિયંત્રણમાં રાખવા માટે આરોગ્ય વિભાગ પ્રયત્ન કરી રહ્યો છે. નાગરિકો પણ પોતાના પરિસરને સ્વચ્છ રાખે. પરિસરમાં પાણી જમા ન થાય તેનું ધ્યાન રાખવું.મુંબઈમાં ઓમિક્રોન વાયરસે ચિંતા ફેલાવી દીધી છે. પરંતુ હાલમાં મલેરિયા, ડેન્ગ્યુ, ગેસ્ટ્રોના વધેલા દરદીઓની સંખ્યા નિયંત્રણમાં આવતી ન હોવાનું જણાઈ રહ્યું છે. મુંબઈમાં ગત પાંચ દિવસમાં મલેરિયા, ડેન્ગ્યુ, ગેસ્ટ્રોના ૧૧૮ દરદીઓ મળી આવ્યા છે. જેમાંથી એક પણ દરદીનું મોત થયું નથી. પરંતુ આ બીમારીઓ નિયંત્રણમાં લાવવાનો પડકાર મહાપાલિકા સમક્ષ છે. પાંચ ડિસેમ્બર સુધીમાં મલેરિયાના ૪૯૬૧ દરદીઓ નોંધાયા છે.
ડબલ્યુએચઓ ના મતે જેમને કોરોના થઈ ચુક્યો હોય તેમને ઓમિક્રોનનું જાેખમ વધુ
