ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ,
૧૧, ઓગસ્ટ 2021,
બુધવાર
મમહારાષ્ટ્ર સરકારે કેબિનેટ મીટિંગ પછી મોલ ખોલવા સંદર્ભે એક મહત્વનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર રાજ્ય સરકારે જે નવી માર્ગદર્શિકા બનાવી છે તે મુજબ હવે મોલ ખુલ્લા રહી શકશે. જોકે એક કડક શરત લાગુ કરવામાં આવી છે જે મુજબ મોલમાં કામ કરનાર તમામ કર્મચારીઓ તેમજ ફરજ બજાવનાર દરેક વ્યક્તિએ કોરોના ની રસી ના બે ડોઝ લીધા હોવા જરૂરી છે. આ ઉપરાંત મોલ માં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિએ પણ રસી લેવી જરૂરી છે. આટલું જ નહીં મોલમાં પ્રવેશ્યા ઇચ્છનાર તમામ વ્યક્તિએ બન્ને રસી લેવી જરૂરી છે અને તેને પણ 14 દિવસ પૂરા થઈ ગયા હોવા જોઈએ.
આમ મહારાષ્ટ્ર સરકારે મોલ ખોલી નાખ્યા છે પરંતુ કડક નિર્બંધ લાગુ કર્યા છે.
