ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 11 ડિસેમ્બર 2021
શનિવાર.
મુંબઈના માલવણીમાં મોટા અવાજે ટેપરેકોર્ડર સાંભળનારા યુવકને જાનથી હાથ ધોવા પડયા હતા. મોટા અવાજે ગીત સાંભળી હોવાથી યુવકની તેના પડોશીએ જ હત્યા કરી નાખી હતી. માલવણી પોલીસે આ ગુના હેઠળ 25 વર્ષના યુવકની ધરપકડ કરી હતી.
મલાડમાં માલવણી વિસ્તારમાં અંબુજાવાડીમાં એકતા ચાલીમાં 47 વર્ષનો સુરેન્દ્ર ગૌડ અને 25 વર્ષનો સૈફ અલી શેખ બાજુબાજુમાં રહા હતા. બંને મજૂરીનું કામ કરે છે. બુધવારે રાતના દસ વાગે સુરેન્દ્ર પોતાના ઘરની બહાર બેસીને મોટેથી ટેપરેકોર્ડર પર ગીત સાંભળી રહ્યો હતો. મોટેથી ગીત વાગી રહ્યું હોવાથી સૈફે તેને ત્રાસ થતો હોઈ અવાજ ધીમો કરવા કહ્યું હતું.
સુરેન્દ્રએ તેની વાત સાંભળી નહોતી. તેથી બંને વચ્ચે વિવાદ થયો હતો. જે મારામારી સુધી પહોંચી ગયો હતો, જેમાં ગૌડને માથા પર ભારે માર લાગતા તે બેહોશ થઈને પડી ગયો હતો. તેના પરિવારજનો તેને તરત હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યા ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસે સૈફ અલી ખાનની ધરપકડ કરી સદોષ મનુષ્ય વધનો ગુનો તેના પર દાખલ કર્યો હતો.
મુંબઈ ના મઢ વિસ્તાર માં માથે 50 હજારનું ઇનામ ધરાવતી બિલાડી આખરે 13 દિવસે મળી ગઈ. જાણો અનોખો કિસ્સો….
