મહારાષ્ટ્ર રાજ્યના પ્રશાસકીય મુખ્યાલય 'મંત્રાલય' બિલ્ડિંગને બોમ્બ વડે ફૂંકી મારવાની ધમકીઓ આપનાર શખ્સ પુણેમાંથી ઝડપાયો છે.
મુંબઇ પોલીસના જણાવ્યા મુજબ ઇમેઇલ દ્વારા ધમકીઓ મળતાં મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી.
આરોપીને પુણેમાંથી અટકાયતમાં લેવામાં આવ્યો છે. તેને ટૂંક સમયમાં મુંબઈ પોલીસને સોંપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દીકરાને સ્કૂલમાં એડમિશન મળતું ન હોવાથી તે શખ્સે મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયને ધમકીભર્યો ઈમેલ કર્યો હતો, પોલીસને ફોન પર ધમકી આપી હતી.
ધમકીભર્યા ઇમેઇલ મળ્યા બાદ મંત્રાલયમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી અને સુરક્ષા વધારી પણ દેવામાં આવી હતી.