Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનનો ભય, દુબઈ બાદ હવે આ દેશમાંથી આવનારા પ્રવાસીઓને પણ ફરજિયાત સાત દિવસનું ક્વોરન્ટાઇન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,30 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.  

કોરોનાની ત્રીજી લહેરના આગમનની શકયતાને જોતા મુંબઈ મહાનગરપાલિકાએ હવે સંયુક્ત અરબ અમિરાતથી આવનારા પ્રવાસીઓને પણ ફરજિયાત સાત દિવસ ક્વોરન્ટાઈન કરવાનો આદેશ બહાર પાડયો છે, મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર અત્યાર સુધી ફકત દુબઈથી આવનારા પ્રવાસીઓ માટે જ આ નિયમ હતો, પરંતુ બુધવારે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી.  તે મુજબ હવે સમગ્ર UAEથી આવનાર પ્રવાસીને સાત દિવસ ક્વોરન્ટાઈન થવું પડશે.

મુંબઈ સાત દિવસમાં જ કોરોના કેસમાં સાત ગણો વઘારો થઈ ગયો છે. બુધવારે 2510 જેટલા નવા કેસ નોંધાયા હતા. મંગળવારે નોઁધાયેલા 1377 કેસ બાદ 24 કલાકની અંદર જ બુધવારે કેસમાં જબરદસ્ત વધારો થયો હતો. તેથી પાલિકા હવે કોઈ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. તેથી બુધવારે આંતરરાષ્ટ્રીય પ્રવાસી માટે નવી નિયમાવલી જાહેર કરી હતી.
અત્યાર સુધી ફકત દુબઈથી મુંબઈ એરપોર્ટ પર આવતા પ્રવાસીને સાત દિવસ ક્વોરન્ટાઈન કરવાનો 24 ડિસેમ્બર 2021ના પાલિકાએ આદેશ બહાર પાડયો હતો. હવે જોકે આ આદેશમાં ફક્ત દુબઈને બદલે સમગ્ર યુનાઈટેડ આરબ અમિરાતનો (UAE)સમાવેશ કરવામા આવ્યો છે.

મુંબઈમાં હોસ્પિટલ અને જંબો કેર સેન્ટરમાં જગ્યા ઓછી પડવાના ડરે BMC એ લીધો આ નિર્ણય; જાણો વિગત

એટલું જ નહીં પણ UAEથી મુંબઈ આવનારા તમામ પ્રવાસીની એરપોર્ટ પર આવતા સમયે (ઓન અરાઈવલ) આરટીપીસીઆર કરવી પડશે. આ ટેસ્ટના અહવાલ અને નિયમ મુજબ પ્રવાસીને ક્વોરન્ટાઈન કરવા બાબતે નિર્ણય લેવાશે.

Geeta Rabari Navratri 2026 – નવરાત્રી પર્વ 2026: બોરિવલીમાં ‘કચ્છી કોયલ’ના રણકાર પર હિલોળે ચડ્યું કોરાકેન્દ્ર: પહેલો દિવસ સુપરહિટ, મેદાન હાઉસફુલ, તમામ ટિકિટો સોલ્ડ આઉટ!
Habitual Thief Arrested Andheri અંધેરીમાં મેડિકલ સ્ટોરમાંથી મોબાઈલ ચોરનાર રીઢો તસ્કર ઝડપાયો 21 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો
Illegal CDR Racket Busted Crime Branch ગેરકાયદે CDR સપ્લાય કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે બે પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 આરોપીઓની કરી ધરપકડ
Railway TTE Rescues Minor Boy રેલવે ટીટીઈની સતર્કતાથી ટ્રેનમાં એકલો ભટકતો 12 વર્ષનો સગીર સુરક્ષિત પૂછપરછ બાદ CSMT RPF ને સોંપાયો
Exit mobile version