Site icon

Mangal Prabhat Lodha: BKC માં ટ્રાફિક હળવો કરવા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ MMRDAને રજૂઆત કરી, આ વ્યવહારૂ વિકલ્પો પણ સુચવ્યા.

Mangal Prabhat Lodha: ઉપનગરીય પાલક મંત્રી લોઢાનો MMRDA કમિશનર સંજય મુખર્જીને પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દે નાગરિકો અને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે.

Mangal Prabhat Lodha presentation to MMRDA to ease traffic in BKC Practical options also suggested

Mangal Prabhat Lodha presentation to MMRDA to ease traffic in BKC Practical options also suggested

News Continuous Bureau | Mumbai

Mangal Prabhat Lodha: મહાનગર મુંબઇનાં કોર્પોરેટ કોમ્પ્લેક્ષ ગણતા બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્ષ ( BKC ) માં દિન-પ્રતિદિન વધી રહેલી ટ્રાફિકની સમસ્યામાંથી નાગરિકોને છુટકારો અપાવવા માટે તાકિદે પગલાં લેવા રાજ્યનાં કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ MMRDA ને રજૂઆત કરી છે. આ સાથે તેમણે અમુક વિકલ્પો પણ સુચવ્યા હતા. 

Join Our WhatsApp Community

ઉપનગરીય પાલક મંત્રી લોઢાનો MMRDA કમિશનર સંજય મુખર્જીને પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દે નાગરિકો અને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. આ વિસ્તારમાં મેટ્રોના ચાલી રહેલા કામથી ( Metro Construction ) રસ્તાની પહોળાઈ ઘટી ગઈ છે. સાઇકલ ટ્રેક અને બગીચા બાંધવામાં આવ્યા હોવા છતાં ટ્રાફિક ( traffic problem ) ની સ્થિતી બદતર થઇ રહી છે.  

Mangal Prabhat Lodha: હવે તેમણે આ પત્ર સાથે અમુક સુચનો પણ કર્યા છે.  

  1. રસ્તાઓમાં સાયકલ ટ્રેકનો સુચારૂ ઉપયોગ શરૂ  કરવા તેમજ BKCમાં ( BKC Traffic ) કોઈપણ બાજુના પ્લોટમાં અલગ સાઈકલ ટ્રેક બનાવવા માટે વિચારણા કરવી જોઈએ, જેથી સાઈકલ સવારો તેનો સુરક્ષિત ઉપયોગ કરી શકે.
  1. મેટ્રોના કામ માટે ઉભા કરાતા અવરોધોનું આયોજન ઓછામાં ઓછી જગ્યા રોકે તેવું ધ્યાન રાખવું  જોઈએ
  1. MMRDA દ્વારા બાંદ્રા સ્ટેશનથી BKC સુધી વિશેષ બસો શરૂ કરવી જોઈએ. આનાથી બાંદ્રા સ્ટેશનથી BKC સુધી પહોંચવા માટે ટેક્સીઓ અને રિક્ષાચાલકોની ભીડ અને ગેરકાયદેસર ઉંચા ભાડાની વસુલી જેવી સમસ્યાઓમાં ઘટાડો થશે.

આ સમાચાર પણ વાંચો:  Western Railway: ચાર મહિનામાં હજારો ટિકિટ વિનાના ખુદાબક્ષો પકડાયા, આટલો બધો દંડ વસુલયો.

ભારત ડાયમંડ બોર્સમાં, ફૂટપાથ અને બગીચાઓ માટે સંયુક્ત ૨૧ મીટર જગ્યા અને ફોર લેન રોડ માટે ૧૫ મીટર જગ્યા છે, જે ટ્રાફિકની સમસ્યામાં વધારો કરે છે. તેના ઉકેલ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ જરૂરી ફેરફારો કરવા જોઈએ. પત્રમાં BKCમાં શક્ય તેટલી વહેલી તકે રસ્તા પહોળા કરવા, ડાબી લેનને હંમેશા ખુલ્લી રાખવા, સ્માર્ટ સિગ્નલિંગ અને ટ્રાફિક સિસ્ટમનો ઉપયોગ કરવા, BKC પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ એક અલગ ટ્રાફિક ડિવિઝન બનાવવા જેવા સૂચનો પણ સામેલ છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Cooper Hospital rats: કૂપર હોસ્પિટલમાં ઉંદરના ત્રાસની સમસ્યાઓ પર ફરિયાદ મળતા પાલિકા સફાળી જાગી. હવે ઉંદર પકડવાના કામમાં વ્યસ્ત.
Mumbai Reservoirs Full: મુંબઈના જળાશયોમાં જળસંગ્રહ વિક્રમી સપાટીએ, નાગરિકોની પાણીની ચિંતા હળવી
Mumbai Pawai: મુંબઈના પવઈ વિસ્તારમાં નશામાં ધૂત શખ્સે મહિલા ડોક્ટર પર હુમલો કર્યો. ગાડીને નુકસાન પહોંચાડ્યું
Nikita Ghag news: જાણીતા બોલિવૂડ પ્રોડ્યુસર પર અભિનેત્રી અને તેના સાગરિતો દ્વારા ₹૧૦ લાખની ખંડણીની માંગણી સંદર્ભે પોલીસ ફરીયાદ નોંધાઈ.
Exit mobile version