Site icon

લ્યો કરો વાત- પ્રેમી અને પ્રેમિકા વચ્ચેના સિક્રેટ ચેટિંગના ચક્કરમાં મુંબઈની ફ્લાઈટ છ કલાક મોડી પડી-પ્રવાસીઓના જીવ થયા અધ્ધર-જાણો શું હતો મેસેજ

News Continuous Bureau | Mumbai

વરસાદ(Rain)  કે અન્ય કારણોસર ફ્લાઇટ મોડી(Flight delay) થવી સામાન્ય બાબત છે. પરંતુ કર્ણાટકના(Karntaka) મેંગલુરુની(Mangaluru) ફ્લાઈટના વિલંબનું કારણ ઘણું ચોંકાવનારું છે. રવિવારે પ્રેમી અને તેની પ્રેમિકાના(Couples secret chatting) સિક્રેટ ચેટના કારણે પ્લેનની ફ્લાઇટ(Plane flight) 6 કલાક મોડી પડી હતી.

Join Our WhatsApp Community

એક યુવક મેંગલુરુ એરપોર્ટથી પ્લેનમાં મુંબઈ જઈ રહ્યો હતો. ત્યારબાદ તે પ્લેનમાં તેની ગર્લફ્રેન્ડ સાથે ફોન પર ચેટિંગ કરી રહ્યો હતો. તે સમયે તેની ગર્લફ્રેન્ડ દ્વારા તેને મોકલવામાં આવેલા મેસેજથી પ્લેનમાં ખળભળાટ મચી ગયો હતો. એટલું જ નહીં, વિમાનમાં સવાર 185 મુસાફરોને ઉતારવામાં આવ્યા હતા અને વિમાનની આખી તપાસ કરવામાં આવી હતી, જેના કારણે ફ્લાઇટ છ કલાક મોડી પડી હતી.

  આ સમાચાર પણ વાંચો :  ઉત્તર મુંબઈના શિંદે ગ્રુપના આ ધારાસભ્યએ દહિસરમાં આપ્યું ઉશ્કેરણીજનક ભાષણ- ભાષણ સામે થઈ બબાલ

બન્યું એવું કે બંને વચ્ચેની ચેટ પ્લેનમાં યુવકની બાજુમાં બેઠેલો સહપ્રવાસી વાંચી રહ્યો હતો. ત્યારે યુવકની ગર્લફ્રેન્ડે તેને મજાકમાં મેસેજ કર્યો કે તું બોમ્બર છે. આ મેસેજ સહપ્રવાસી દ્વારા વાંચવામાં આવ્યો અને તેણે આ માહિતી પ્લેનના ક્રૂ મેમ્બર્સને(crew members) આપી. જેના કારણે સુરક્ષાની દ્રષ્ટિએ(terms of security) હિલચાલ ઝડપી બની હતી અને ફ્લાઈટ મોડી પડી હતી અને પ્લેનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ વિમાને સાંજે 5 વાગ્યે ઉડાન ભરી હતી.

આ ઘટના બાદ પોલીસે સંબંધિત પ્રેમી અને તેની પ્રેમિકાની સઘન પૂછપરછ કરી હતી. પરંતુ તપાસ દરમિયાન જ્યારે પોલીસને ખબર પડી કે આ માત્ર મજાક છે ત્યારે પોલીસે તેમને જવા દીધા હતા.
 

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version