Site icon News Continuous Bureau | Mumbai

હાફુસ આંબાનો ગોટાળો રોકવા હવે રત્નાગીરીના દરેક આંબા પર ક્યુ આર કોડ લાગશે. ખેડૂતોનો આઇડિયા..

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 22 એપ્રિલ 2021.
ગુરુવાર .
       દેશમાં ફળોના રાજાનું આગમન થઇ ગયું છે. મીઠી મધુરી કેરીનું નામ સાંભળીને જ દરેકના મોંમાં પાણી આવી જાય. રત્નાગીરી અને કોંકણની હાફુસ કેરીઓ ખુબજ પ્રખ્યાત છે.પરંતુ આવી કેરી માટે ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. અન્ય રાજ્યોની કેરીને આ કેરીઓ સાથે ભેળવીને ગ્રાહકોને ઉલ્લુ બનાવવામાં આવે છે.તેનાથી ના તો  ગ્રાહકોને પણ કેરી ઉત્પાદકોને પણ મોટાપાયે નુકશાન થાય છે. તેથીજ આ નુકશાન રોકવા કોંકણના  કેરી ઉત્પાદકોએ પોતાના બગીચાની દરેક કેરી ઉપર ક્યુ આર કોડ મુકવાનું નક્કીકર્યું છે. આ ક્યુ આર કોડને તમારા મોબાઈલ પર સ્કેન કરતા જ મોબાઈલ  પર કેરી વિશેની તમામ માહિતી દેખાશે. જેમકે કેરી કયા બગીચામાંથી આવી છે, તે બગીચાનું જીઆઇ પ્રમાણપત્ર છે કે નહિ, કેરી મોકલાવનાર ખેડૂતનું નામ , ખેડૂતનો સંપર્ક નંબર, તેની પેકીંગ પદ્ધતિ, તેમજ કેરી પકવવાની રીત, કયા દિવસે પેકીંગ કર્યું હતું તેની તારીખ જેવી વિગતો મોબાઈલ સ્કીન પર દેખાશે.

Join Our WhatsApp Channel

આનાથી હાફુસના નામ પર થતી ગ્રાહકો સાથેની છેતરપિંડીનો અંત આવશે. મહારાષ્ટ્રમાં પાલઘર, રાયગઢ , રત્નાગીરી, સિંધુદુર્ગ અને થાણે જિલ્લાના ગ્રામીણ વિસ્તારની કેરીઓ હાફુસના નામથી બજારમાં આવે છે.
      ઉલ્લેખનીય છે કે,આ વખતે એક લાખ જેટલા ક્યુ આર કોડ બનાવવામાં આવ્યા છે અને તે માટે પ્રાયોગિક ધોરણે દસ ખેડૂતોની પસંદગી કરવામાં આવી છે. જેમના વિષેની સવિસ્તાર માહિતી જી આઈના સોફ્ટવેરમાં ફીડ કરવામાં આવશે.

દાલ મેં કુછ કાલા હૈ : કાંદિવલીની આ હોસ્પિટલ ઈલાજ માટે નથી વાપરવામાં આવતી. જ્યારે કે હોટલ ભાડે લેવાય છે.
 

Kurla Ganesh Murti Collapse આગમન સોહળામાં મોટી દુર્ઘટના! કુર્લામાં 15 ફૂટ ઊંચી બાપ્પાની મૂર્તિ અચાનક ઢળી પડી; ભક્તોમાં નાસભાગ મચી, 2 ઘાયલ
Mumbai Coastline Climate Risk Assessment મુંબઈ ડૂબવાની અણી પર? અરબી સમુદ્રની સપાટી વધતાં BMC એક્શનમાં, 149 કિમી કોસ્ટલ બેલ્ટનું શરૂ કરાશે સેફ્ટી ઓડિટ
ISKCON Govindas FDA Action કિચનમાં ભારે ગંદકી અને નિયમોનો ભંગ જુહૂ ઇસ્કોન સ્થિત ગોવિંદાસના 3 આઉટલેટ્સનું લાયસન્સ સસ્પેન્ડ, ફૂડ સેમ્પલ્સ તપાસ હેઠળ
Lalbaugcha Raja 2026 First Look લાલબાગચા રાજા ૨૦૨૬ ફર્સ્ટ લૂક આ તારીખે થશે જાહેર ભક્તોમાં અનોખો ઉત્સાહ, જાણો આ વખતે શું હશે ખાસ
Exit mobile version