Site icon

Maharashtra monsoon retreat: મહારાષ્ટ્રમાં ભારે નુકસાન બાદ ચોમાસાની વિદાય; દક્ષિણ અને ઉત્તર ભારતમાં હજુ વરસાદની આગાહી

મુંબઈ: મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લઇ રહ્યું છે. રાજ્યમાં પાછળથી આવેલા વરસાદે ખેતીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું . ખાસ કરીને મરાઠાવાડા અને વિદર્ભ જેવા વિસ્તારોમાં પાકને ભારે નુકસાન થયું છે

Maharashtra monsoon retreat મહારાષ્ટ્રમાં ભારે નુકસાન બાદ ચોમાસાની વિદાય

Maharashtra monsoon retreat મહારાષ્ટ્રમાં ભારે નુકસાન બાદ ચોમાસાની વિદાય

News Continuous Bureau | Mumbai 

Maharashtra monsoon retreat મુંબઈ: મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લઇ રહ્યું છે. રાજ્યમાં પાછળથી આવેલા વરસાદે ખેતીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું . ખાસ કરીને મરાઠાવાડા અને વિદર્ભ જેવા વિસ્તારોમાં પાકને ભારે નુકસાન થયું છે ગયા અઠવાડિયે મુંબઈમાં પણ ભારે વરસાદ પડ્યા બાદ હવે વરસાદે વિરામ લીધો છે, જેના કારણે મુંબઈના વાતાવરણમાં ગરમી અને ઉકળાટ વધ્યો છે.

Join Our WhatsApp Community

છેલ્લા પાંચ દિવસથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થવાને કારણે ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. સરેરાશ તાપમાન ૩૨ અંશ સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. જોકે, હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે કે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ગરમી બહુ નહીં લાગે.દિવસનું તાપમાન સામાન્ય રીતે ૩૨ થી ૩૩ અંશ સેલ્સિયસની આસપાસ રહેશે.જ્યારે રાતનું તાપમાન પણ સરેરાશ જેટલું જ રહેવાની શક્યતા છે.આ આગાહીને કારણે મુંબઈના લોકોને દર વર્ષે પડતી ‘ઓક્ટોબર હીટ’ (સખત ગરમી)માંથી થોડી રાહત મળવાની આશા છે.

આ સમાચાર પણ વાંચો : UPI AutoPay: UPI સિસ્ટમ પર યુઝર્સને મળશે પૂરેપૂરો કંટ્રોલ, નવું આવ્યું આ ફીચર, જાણો વિગતે

દેશભરમાંથી ચોમાસું વિદાય લઇ રહ્યું છે, પણ હજુ ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. ઉત્તર ભારતમાં દિલ્હીમાં ત્રણ દિવસના ભારે વરસાદ બાદ હવે લોકોને રાહત મળવાની શક્યતા છે. જોકે, દક્ષિણ ભારતમાં તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ અને કર્ણાટકમાં આગામી સપ્તાહ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે આંધ્ર પ્રદેશમાં જોરદાર પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર ભારતમાં, ઉત્તરાખંડના ઊંચા વિસ્તારોમાં બરફવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version