News Continuous Bureau | Mumbai
નવરાત્રી(Navratri)નો તહેવાર શરૂ થઈ ગયો છે અને તેની સાથે જ ભારતીયોએ દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ઘણી જગ્યાએ ગરબાની શરૂઆત કરી છે. તેનું દર્શન સામાન્ય રીતે દુર્ગા પૂજા પંડાલો અને મા દુર્ગાના મંદિરોની બહાર જોવા મળે છે, પરંતુ ક્યારેક લોકો ગરબા ગમે ત્યાં કરવા લાગે છે. આવું જ કઈંક દ્રશ્ય મુંબઈના મરીન ડ્રાઈવ(Marine Drive) પર પણ જોવા મળ્યું છે, જ્યાં એક બ્રાન્ડના પ્રમોશન દરમિયાન ત્યાં હાજર યુવાનો ગરબામાં જોડાયા હતા. જુઓ વિડીયો..
Mumbai, Marine drive. The conquest and annexation of Mumbai’s streets is complete. But these are invaders who are welcomed with open arms. No place like Mumbai during Navratri. ( I know I’m going to hear howls of protest from cities in Gujarat! ) pic.twitter.com/vaGNSVSybE
— anand mahindra (@anandmahindra) September 27, 2022
આ વીડિયો સોશિયલ મીડિયા પર બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રા(Business Tycoon Anand Mahindra) દ્વારા શેર કરવામાં આવ્યો છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ગીતની ધૂન પર ગરબા(Garba) કરી રહ્યા છે. આ વીડિયોને ઘણા લોકોએ પસંદ કર્યો છે. કોઈએ મુંબઈ(Mumbai)ના વખાણ કર્યા છે તો કોઈએ ગુજરાતી સંસ્કૃતિ(Gujarat Culture)ના વખાણ કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : ગરબા ફીવર ઈઝ ઓન- મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મહિલાઓ ઘૂમી ગરબે- જુઓ વાયરલ વિડીયો