મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આજે સવારે ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં શહેરીજનોને ઘણું નુકસાન થયું હતું. જોગેશ્વરીની ઘટના તાજી છે ત્યારે હવે મલાડ પૂર્વના અપ્પા પાડા આનંદનગર વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે (13 માર્ચ) સાંજે 5 વાગ્યાની આસપાસ, મુંબઈના મલાડ પૂર્વના અપ્પા પાડામાં આનંદ નગર ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
ઓશિવારા બાદ હવે અહીં આવેલી #ઝૂંપડપટ્ટીમાં ભીષણ #આગ, અનેક #ઝુંપડાઓ બળીને ખાખ, જુઓ આગના વિકરાળ #દ્રશ્યો…#Malad #fire #mumbai #appapada #slum #firevideo pic.twitter.com/etMr3g0JMC
Join Our WhatsApp Community — news continuous (@NewsContinuous) March 13, 2023
પ્રાપ્ત માહિતી અનુસાર, મલાડ પૂર્વ વિસ્તારના અપ્પા પાડામાં મોટી સંખ્યામાં ઝૂંપડપટ્ટીઓ આવેલી છે. આ વિસ્તારની આનંદ નગર ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગી હતી. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ છે. ફાયર બ્રિગેડે માહિતી આપી છે કે આગ લેવલ 2 ની છે. દરમિયાન ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે આ ઝૂંપડપટ્ટી પહાડોમાં ફેલાયેલી હોવાથી ફાયર બ્રિગેડને આગ ઓલવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ચીન, હોંગકોંગ તેમજ અમેરિકાની મજબૂત માંગના કારણે ભારતમાંથી જેમ્સ, જ્વેલરીની નિકાસ 24% વધી
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ધુમાડો દૂર દૂર સુધી જોઈ શકાય છે. દરમિયાન જોગેશ્વરી વિસ્તારમાં આજે સવારે આગની ઘટના બની હતી. એક ફર્નિચર માર્કેટમાં આગ લાગી હતી. ફર્નીચર માર્કેટ હોવાથી થોડી જ વારમાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આ આગના કારણે ફર્નિચરની દુકાનને ભારે નુકસાન થયું હતું.