Site icon News Continuous Bureau | Mumbai

Mankhurd Fire। માનખુર્દમાં ભીષણ અગ્નિકાંડ ભંગારના ૫૬ ગોડાઉન સળગીને ખાખ, એક યુવાન ગંભીર રીતે દાઝ્યો

Mankhurd Fire। માનખુર્દના એકતા નગરમાં લાગેલી ભીષણ આગથી મચી અફરાતફરી; સિલિન્ડર અને ઓઈલ ડ્રમને કારણે આગ વધુ વકરી.

Mankhurd Fire। માનખુર્દમાં ભીષણ અગ્નિકાંડ ભંગારના ૫૬ ગોડાઉન સળગીને ખાખ, એક યુવાન ગંભીર રીતે દાઝ્યો

Mankhurd Fire। માનખુર્દમાં ભીષણ અગ્નિકાંડ ભંગારના ૫૬ ગોડાઉન સળગીને ખાખ, એક યુવાન ગંભીર રીતે દાઝ્યો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mankhurd Fire। મુંબઈના માનખુર્દ વિસ્તારમાં આવેલ જી.એમ. લિંક રોડ પરના એકતા નગરમાં આજે એક ભીષણ અગ્નિકાંડ સર્જાયો હતો. ભંગારના ગોડાઉન (સ્ક્રૅપ યાર્ડ) માં લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આશરે ૫૦૦x૫૦૦ ફૂટના વિસ્તારમાં ફેલાયેલા ૫ થી ૬ ગોડાઉન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આ અગ્નિકાંડમાં એક ૨૫ વર્ષીય યુવાન ગંભીર રીતે દાઝી ગયો હોવાનું સામે આવ્યું છે.

કઈ રીતે ભડકી આગ?

ગોડાઉનમાં રહેલા ઇલેક્ટ્રિક વાયરિંગ, ૫ થી ૬ એલપીજી સિલિન્ડર, ઓઈલ ડ્રમ્સ, તારપૌલિન શીટ્સ તેમજ મોટા પ્રમાણમાં રહેલા જ્વલનશીલ ભંગારના જથ્થાને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી. ગોડાઉનમાં રહેલા ઓઈલ ડ્રમ્સ અને સિલિન્ડરના વિસ્ફોટોને કારણે આગ એટલી ભડકી હતી કે તેને કાબૂમાં લેવી ફાયર બ્રિગેડ માટે મોટો પડકાર બની હતી.

૩.૫ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ, પોલીસ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને મનપાના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર જવાનોએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી અને લગભગ ૩.૫ કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આ દરમિયાન ગોડાઉનમાં ફસાયેલા એક ૨૫ વર્ષીય યુવાનને બહાર કાઢી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવાન ૪૦ થી ૪૫ ટકા જેટલો ગંભીર રીતે દાઝી ગયો છે, જોકે હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું તબીબી સૂત્રો જણાવી રહ્યા છે.

તપાસના આદેશ

હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ આટલી મોટી સંખ્યામાં ગોડાઉનો બળીને ખાખ થતા પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ગોડાઉન માલિકો દ્વારા અગ્નિશમન અને સુરક્ષા અંગેના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવશે. આ દુર્ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

👉 આ સમાચાર વાચો:
Bhandup Accident। ભાંડુપમાં ગમખ્વાર અકસ્માત લગ્નપ્રસંગમાંથી પરત ફરતા લોકો નિર્માણાધીન બિલ્ડિંગના ખાડામાં ખાબક્યા; ૧નું મોત, ૧૧ ઘાયલ

Mumbai Airport Gold Seizure DRI બઈ એરપોર્ટ પર DRI ની મોટી કાર્યવાહી; ₹૩.૪૭ કરોડના ગેરકાયદેસર સોના સાથે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ સહિત ૫ લોકોની ધરપકડ
Missing Senior Citizen Reunited Charkop ચારકોપમાંથી ગુમ થયેલા ૭૬ વર્ષીય વૃદ્ધા હેમખેમ મળી આવ્યા પોલીસે પરિવાર સાથે કરાવ્યું પુનઃમિલાન!
Steel Theft Accused Arrested Wada ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ₹૩.૧૫ લાખના સ્ટીલની ચોરી કરનારા બે આરોપી ઝડપાયા ૫,૧૮૦ કિલો રાઉન્ડ બાર જપ્ત!
Mumbai Airport Gold Smuggling એરલાઇન સ્ટાફ જ નીકળ્યો સ્મગલર! મુંબઈ એરપોર્ટ પર ૧.૮૩ કરોડનું સોનું પકડાતાં હડકંપ જાણો ટ્રાન્ઝિટ રૂટ પર કેવી રીતે ચાલતી કાળી કમાણી?
Exit mobile version