Site icon News Continuous Bureau | Mumbai

પર્યટન પરનો પ્રતિબંધ હટાવોઃ આ હિલ સ્ટેશનના નાગરિકોએ લખ્યો મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,11 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

મંગળવાર.

કોરોનાની પહેલી અને બીજી લહેરમાંથી માંડ બહાર નીકળીને અર્થતંત્રની ગાડી માંડ પાટે ચઢી હતી ત્યાં ત્રીજી લહેરના આગમને પગલે મહારાષ્ટ્રમાં ફરી પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. જેમાં અનેક પર્યટન સ્થળો પર પણ પ્રતિબંધ આવી ગયા છે. તેથી પર્યટન પર નભતા સ્થાનિક નાગરિકોની હાલાકી વધી ગઈ છે. મુંબઈ નજીકના હિલ સ્ટેશન માથેરાનના સ્થાનિક નાગરિકોએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને પર્યટન પરના પ્રતિબંધને હટાવવાની માગણી કરી છે.

માથેરાનમાં સ્થાનિક લોકોની સો ટકા રોજગારી પ્રવાસીઓ પર આધારિત છે. માથેરાન કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન વિશેષ વહીવટી તત્વ તરીકે પ્રવાસીઓ માટે ખુલ્લું રહ્યું હતું. તેથી  કોરોનાની ત્રીજી લહેરમાં પણ પર્યટન પરના નિયંત્રણો દૂર કરી આ છૂટ આપવામાં આવે એવી માથેરાનના સ્થાનિક રહેવાસીઓએ  મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને માગણી કરી છે.

કોરોનાની ત્રીજી લહેર દરમિયાન મહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા માં સુધારેલા નિયમો અનુસાર સ્થાનિક પ્રવાસન સ્થળો બંધ છે. માથેરાન પ્રવાસીઓ માટે બંધ થવાને કારણે લગભગ 50,000 સ્થાનિકોને ભૂખમરાનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. આ સ્થાનિકો અને તેમના પરિવારોને ધ્યાનમાં લેવાની જરૂર છે. આ માટે સરકારે માથેરાનમાં નિયંત્રણો હળવા કરવા જોઈએ એવી માગણી  સ્થાનિક રહેવાસીઓએ કરી છે.

મુંબઈની આ નદીને પુનઃજીવિત કરવા મુંબઈ મનપા ખર્ચશે અધધધ રકમ. જાણો વિગત

આ દરમિયાન મહાબળેશ્વરનું એક પ્રતિનિધિમંડળ પણ ટૂંક સમયમાં પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે અને પ્રવાસન રાજ્ય મંત્રી અદિતિ તટકરેને મળીને પ્રવાસન સ્થળો પરના નિયંત્રણો હળવા કરવા અંગે ચર્ચા કરવાના છે. જો સરકારે યોગ્ય પગલા નહીં લીધા તો સ્થાનિક વેપારીઓ અચોક્કસ મુદતના ઉપવાસ શરૂ કરવાની ચેતવણી આપી છે.

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version