Site icon News Continuous Bureau | Mumbai

Matrimonial Fraud in Mumbai: લગ્નની લાલચ આપી મંગેતરે ખેલ પાડ્યો: ‘વેડિંગ શોપિંગ’ ના બહાને મહિલાના 11 તોલા સોનાના દાગીના લઈ રફુચક્કર.

મેટ્રિમોનિયલ સાઇટ પર થયેલી મિત્રતા મહિલાને ભારે પડી; દાદરના મોલના ટ્રાયલ રૂમ પાસે બેગ મૂકી ગઠિયો ફરાર.

Matrimonial Fraud in Mumbai Fiance Flees with 11 Tolas of Gold Jewelry During Wedding Shopping.

Matrimonial Fraud in Mumbai Fiance Flees with 11 Tolas of Gold Jewelry During Wedding Shopping.

News Continuous Bureau | Mumbai

 મુંબઈમાં મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધતી મહિલાઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્નનો ભરોસો આપી વિશ્વાસ કેળવ્યા બાદ એક ગઠિયો મહિલાને ખરીદી કરવાના બહાને દાદરના એક મોલમાં લઈ ગયો હતો. ત્યાં મહિલાને ટ્રાયલ રૂમમાં મોકલી, તેની 11 તોલા સોનાના ઘરેણાં ભરેલી બેગ લઈને આરોપી ફરાર થઈ ગયો હતો. વનરાઈ પોલીસે આ મામલે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પીડિત મહિલાએ લગ્ન માટે એક જાણીતી મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રોફાઇલ બનાવી હતી, જ્યાં તેનો સંપર્ક એક વ્યક્તિ સાથે થયો હતો. આ વ્યક્તિએ પોતાને દિલ્હી અને મુંબઈનો મોટો ગારમેન્ટ વેપારી ગણાવી મહિલા તેમજ તેના પરિવારનો વિશ્વાસ જીતી લીધો હતો. લગ્નનો પ્રસ્તાવ સાચો હોવાનું સાબિત કરવા તેણે મહિલાની માતા અને બહેન સાથે પણ વાતચીત કરી હતી. બંને રૂબરૂ પણ મળ્યા હતા અને ત્યારબાદ તેમણે સાથે લગ્નની ખરીદી કરવાનું નક્કી કર્યું હતું.

Join Our WhatsApp Channel

દાગીના પોલીસ કરાવવાના બહાને જાળ બિછાવી

આરોપીએ પીડિત મહિલાને એવી લાલચ આપી હતી કે તેઓ લગ્ન માટે નવું મંગળસૂત્ર ખરીદશે અને તેના જૂના દાગીનાને પોલિશ કરાવી દેશે. આ બહાને તેણે મહિલાને ઘરેથી દાગીના લેતી આવવા જણાવ્યું હતું. શોપિંગ દરમિયાન આરોપીએ એક નવી બેગ ખરીદી અને તેમાં મહિલાના 11 તોલા સોનાના ઘરેણાં, ₹10,000 રોકડ અને તેનો મોબાઈલ ફોન મુકાવી દીધો હતો જેથી મહિલાને શંકા ન જાય.

આ સમાચાર પણ વાંચો : Mumbai SRA Fraud: મુંબઈ SRA ફ્રોડ: મલાડમાં પ્રોજેક્ટના નામે ડેવલપર સાથે ₹5 કરોડની છેતરપિંડી; પિતા-પુત્રની જોડીએ આચર્યું કૌભાંડ.

ટ્રાયલ રૂમની બહારથી જ ગઠિયો ગાયબ

બંને જ્યારે દાદરના નક્ષત્ર મોલ માં કપડાંની ખરીદી કરવા ગયા, ત્યારે આરોપીએ મહિલાને ડ્રેસ પસંદ કરવા અને તે પહેરીને જોવા માટે ટ્રાયલ રૂમમાં મોકલી હતી. દાગીના ભરેલી બેગ આરોપીએ પોતાની પાસે રાખી હતી. મહિલા જેવી ટ્રાયલ રૂમની અંદર ગઈ, કે તરત જ આરોપી મોલની ભીડનો લાભ ઉઠાવીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મહિલા બહાર આવી ત્યારે ન તો તેનો મંગેતર ત્યાં હતો, ન તો તેની કિંમતી ઘરેણાં ભરેલી બેગ.

સીસીટીવી (CCTV) અને કોલ ડિટેલ્સના આધારે તપાસ

આ મામલે વનરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસ હાલમાં આરોપીના મેટ્રિમોનિયલ પ્રોફાઇલની વિગતો, કોલ ડિટેલ્સ અને મોલના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે આરોપીએ પોતાની ખોટી ઓળખ આપીને મહિલાને જાળમાં ફસાવી હતી. પોલીસે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે મેટ્રિમોનિયલ સાઇટ પર મળતા અજાણ્યા લોકો પર આંધળો વિશ્વાસ ન કરવો.

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version