Site icon

બહુ ગાજેલા ગાંધી માર્કેટ પમ્પિંગ સ્ટેશનનું સુરસુરિયું થઈ ગયું, ભારે વરસાદમાં ફરી વળ્યાં પાણી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 16 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈને સવારના સમયમાં વરસાદે ધમરોળી નાખ્યું હતું, જેમાં ભારે વરસાદમાં માટુંગા-કિંગ સર્કલમાં પાણી નહીં ભરાવાના મુંબઈ મહાનગરપાલિકાના દાવા પર પાણી ફરી વળ્યું હતું. પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને માટુંગામાં મહાત્મા ગાંધી માર્કેટ બહાર ઊભું કરેલું મિની પમ્પિંગ સ્ટેશન ખરા સમયે એની પરીક્ષામાં ઊણું ઊતર્યું હતું. સવારના મુશળધાર વરસાદમાં માટુંગા-કિંગ સર્કલમાં ઘૂંટણભેર પાણી ભરાયાં હતાં.

પાલિકાએ આપેલા આંકડા મુજબ સવારના ચાર વાગ્યાથી નવ વાગ્યા સુધીના પાંચ કલાકમાં F-નૉર્થ વૉર્ડમાં 116.9 મિલીમીટર એટલે કે સાડાચાર ઇંચ વરસાદ પડી ગયો હતો. ભારે વરસાદને કારણે અહીં ઘૂંટણભેર પાણી ભરાઈ ગયાં હતાં. એથી પમ્પિંગ સ્ટેશન પાછળ ખર્ચેલા પૈસા પાણીમાં ગયા હોવાની નારાજગી સ્થાનિક રહેવાસીઓએ વ્યક્ત કરી હતી. 

અહીં ઉલ્લેખનીય છે કે આ નવા મિની પમ્પિંગ સ્ટેશનમાં રહેલા પમ્પિંગ મશીનની વરસાદી પાણી ફેંકવાની ક્ષમતા પ્રતિ મિનિટની 2.33 લાખ લિટરની છે. બાંદરામાં ગયા વર્ષે કલાનગર જંક્શન પાસે મિની પમ્પિંગ સ્ટેશનને કારણે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયાં નહોતાં. અહીં મળેલી સફળતાને પગલે પાલિકાએ માટુંગામાં ગાંધી માર્કેટ પાસે કિંગ સર્કલમાં આવું મિની પમ્પિંગ સ્ટેશન ઊભું કરવાનું કામ યુદ્ધના ધોરણે હાથમાં લીધું હતું. બે તબક્કાના આ કામમાં પહેલા તબક્કામાં અહીં પમ્પ બેસાડવામાં આવ્યા છે. જોકે ખરા સમયે જ પમ્પિંગ સ્ટેશન એની કામગીરીમાં નિષ્ફળ રહ્યું હતું.

મુંબઈમાં ભારે વરસાદને કારણે સબ વે પાણીમાં ગરક થયા. જુઓ વિડિયો…

અહીં ઉલ્લેખનીય છે કે 2005માં મુંબઈમાં અતિવૃષ્ટ થઈ હતી ત્યારે નીમવામાં આવેલી ચિતળે સમિતિએ મુંબઈમાં મોટા પાયા પર પમ્પિંગ સ્ટેશન ઊભા કરવાની ભલામણ કરી હતી. એમાં માટુંગા, દાદર, કિંગ સર્કલ જેવા વિસ્તારમાં પાણી ન ભરાય એ માટે માહુલમાં પમ્પિંગ સ્ટેશન બનાવવા માટે કહ્યું હતું. જોકે માહુલમાં જમીન સંપાદનને કારણે પ્રોજેક્ટ ખોરવાયેલો છે. એથી પાલિકાએ માટુંગા, કિંગ સર્કલ માટે માટુંગામાં ગાંધી માર્કેટ પાસે મિની પમ્પિંગ સ્ટેશન ઊભું કર્યું છે, પરંતુ એ ખરા સમયે નિષ્ફળ ગયું હતું.

 

 

Maharashtra Rajya Sabha Polls: કોનું નસીબ ચમકશે? રાજ્યસભા માટે ભાજપની નવી યાદી તૈયાર; ફડણવીસના ‘સાગર’ બંગલે બેઠકોનો દોર શરૂ, આ ૪ ચહેરાઓ રેસમાં સૌથી આગળ
Mumbai AC Local Delay: મુંબઈ એસી લોકલને કારણે હાર્બર લાઇનનું ટાઈમટેબલ ખોરવાયું: છેલ્લા એક મહિનાથી તમામ ટ્રેનો ૨૦ મિનિટ મોડી; મુસાફરોની ભારે હાલાકી.
Maharashtra BJP Reorganization: મહારાષ્ટ્ર ભાજપ એક્શન મોડમાં! પ્રદેશ અધ્યક્ષની નવી ટીમમાં કોનું કદ વધ્યું અને કોની બાદબાકી થઈ? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Terror at IIT Bombay: IIT બોમ્બેમાં હડકંપ: હોસ્ટલના રૂમમાંથી ૫ જીવતા કારતુસ મળ્યા; બિહાર કનેક્શનનો પર્દાફાશ થતા ૨૩ વર્ષીય યુવક ઝડપાયો.
Exit mobile version