ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 જાન્યુઆરી 2022
મંગળવાર
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં દરરોજ કોરોનાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.
આ વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લગાવવાના સંકેત આપ્યા છે.
મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું છે કે જો મુંબઈમાં દૈનિક કોરોના કેસની સંખ્યા 20,000 થી વધારે આવશે તો શહેરમાં લોકડાઉન જેવા કડક પગલાં લેવા પડશે.
સાથે જ તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે મુંબઈમાં રોજના 80 ટકા દર્દીઓ ઓમીક્રોનના છે.
મુંબઈકરોએ ઓમીક્રોનના ફાટી નીકળવાના કારણે ગભરાવાની જરૂર નથી, પણ કોરોનાને લગતા તમામ નિયમોનું સખ્તાઈપૂર્વક પાલન કરો એવી અપીલ કરી છે.
