Site icon

નવા કોરોના વેરિએન્ટની એન્ટ્રી પછી મુંબઈ મહાનગરપાલિકા એક્શન મોડમાં. મેયર અચાનક ઍરપોર્ટ પહોંચ્યા. જુઓ વિડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર.

મુંબઈમા 10 નવેમ્બરથી અત્યાર સુધી 1,000 પ્રવાસીઓ દક્ષિણ આફ્રિકાથી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા છે. તેથી નવા વેરિયન્ટ ના  જોખમને ધ્યાનમાં લેતા મુંબઈ એરપોર્ટ પર જોખમી દેશોમાંથી આવનારા પ્રવાસીઓને લઈને મોટા પ્રમાણમાં તૈયારી કરવામાં છે. સોમવારે મોડી રાતે મુંબઈના મેયર કિશોરી પેડણેકર  મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કેવી તૈયારીઓ કરવામાં આવી છે, તે તપાસ કરવા માટે ઓચિંતા પહોંચી ગયા હતા.

વિશ્વભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનને કારણે નવો ખતરો ઊભો થઈ ગયો છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમા કોરોનાની બીજી લહેર માંડ નિયંત્રણમાં આવી છે. એવામાં નવો વેરિયન્ટ ફરી જોખમ ઊભું કરે નહીં તે માટે મુંબઈ મહાનગરપાલિકા સહિત મહારાષ્ટ્ર સરકારે કમર કસી લીધી છે. તે મુજબ જે દેશોમાં નવો વેરિયન્ટ મળી આવ્યો છે, તે દેશમાંથી આવનારા અથવા તે દેશોનો વાયા પ્રવાસ કરી આવનારા તમામ પ્રવાસીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવવાનું છે. એરપોર્ટ પર ઉતરનારા તમામ પ્રવાસી કયા દેશથી આવ્યા છે તેનું ચેકિંગ કરવામાં આવશે. તેમ જ જોખમી જાહેર કરેલા દેશમાંથી તે આવેલો હશે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ આફ્રિકાથી તો  ફરજિયાત રીતે આવા પ્રવાસીઓ ઈન્સ્ટિટ્યૂશન ક્વોરન્ટાઈન સેન્ટરમાં મોકલવામાં આવવાના છે. 

બળાત્કાર કર્યાના એક જ દિવસમાં આરોપીને આજીવન કેદની સજા, ભારતીય કોર્ટોના ઇતિહાસનો સૌથી ઝડપી ચુકાદો

આ પ્રવાસીઓના એરપોર્ટ પર ઉતરતાથી સાથ જ તેમના આર-ટીપીસીઆર કરવામાં આવશે. ક્વોરન્ટાઈન કર્યા બાદ દર 48 કલાકે તેમની કોરોનાની ટેસ્ટ કરવામાં આવવાની છે. જોકે એ પહેલા એરપોર્ટ પર તે માટે જબરદસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. આરટીપીસીઆર ટેસ્ટના સેન્ટર વધારવાથી લઈને આ પ્રવાસીઓના પાસપોર્ટ ચેક કરવા જેવા કામ માટે વધારાના માણસો તૈનાત કરી દેવામાં આવ્યા છે. ત્યારે એરપોર્ટ પર કરવામાં આવેલી વ્યવસ્થાની તપાસ કરવા મેયર કિશોરી પેડણેકર એરપોર્ટ પર પહોંચી ગયા હતા. 

#નવા વેરિયન્ટનો સામનો કરવા #એરપોર્ટ પર કેવી છે તૈયારી? #મુંબઈના #મેયરની એરપોર્ટ પર ઓચિંતી ધાડ; જાણો વિગત#Mumbai #covid19 #coronavirus #NewVariant #amicron #Mumbaiairport #visit #mayor #kishoripednekar @KishoriPednekar pic.twitter.com/n9jDAfailD

— news continuous (@NewsContinuous) November 30, 2021

BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Mumbai road accident: મુંબઈ: ખાનગી બસની ટક્કરથી ૨૩ વર્ષીય ઓટોરિક્ષા ચાલકનું મૃત્યુ
Mumbai bomb threat: મુંબઈમાં વધુ એક બોમ્બની ધમકી, આ વખતે અંધેરીની હોટલને બોમ્બની ધમકીનો કોલ
Exit mobile version