ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
મુંબઈમાં પ્રથમ લૉકડાઉન બાદ અત્યાર સુધી ઑનલાઇન શાળાઓ શરૂ છે. શાળાઓ ક્યારે ખૂલશે એની રાહ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોઈ રહ્યા છે. જોકે કોરોનાનો ખતરો પૂર્ણપણે ટળ્યો નથી. એવામાં શાળાઓ શરૂ કરવા બાબતે હજી પ્રશાસનની તૈયારી દેખાઈ નથી રહી.
હાલમાં લૉકડાઉન શિથિલ થયું હોવાથી શાળાઓ દિવાળી બાદ ખૂલશે કે નહીં? એવા પ્રશ્નો થઈ રહ્યા છે. જેના જવાબમાં મેયર કિશોરી પેડણેકરે સ્પષ્ટ કર્યું છે કે દિવાળી બાદ કોરીનાની સ્થિતિ કેવી છે એ જોઈને જ નિર્ણય લઈશું. બાળકોનું રસીકરણ હજુ શરૂ થયું નથી. એ પહેલાં શાળાઓ શરૂ કરવાનું મોંઘું પડી શકે.
T20 વર્લ્ડ કપ પછી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાનું પણ છોડી શકે છે ‛વિરાટ કોહલી’;જાણો વિગત

