Site icon

રવિવારે લોકલ ટ્રેનમાં સફર કરવાના છો- તો વાંચી લો આ સમાચાર- રેલવેએ સેન્ટ્રલ અને હાર્બર લાઈન પર રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક

News Continuous Bureau | Mumbai

મુંબઈગરા(Mumbaikars)ઓ માટે મહત્વના સમાચાર છે. મુંબઈ(Mumbai)માં આવતી કાલે (રવિવાર, 14 ઓગસ્ટ) મધ્ય અને હાર્બર રેલવે લાઈનો(Central and Harbor Railway Lines) પર મેગા બ્લોક(Mega block) છે. તેથી, જો તમે આવતી કાલે મુંબઈમાં લોકલ મુસાફરી(local train) કરવા જઈ રહ્યા છો, તો બદલાયેલ ટ્રેન શેડ્યૂલને(train schedule) જાણીને જ મુસાફરી કરજો.  

Join Our WhatsApp Community

ઉપનગરીય રેલવે લાઇન(Suburban Railway Line) પરના ટ્રેક રિપેર કરવા(Track Repair) તેમજ સિગ્નલ સિસ્ટમમાં(Signal System) કેટલીક ટેકનીકલ કામગીરી(Technical performance) હાથ ધરવા માટે મેગા બ્લોક(mega block) લેવામાં આવશે. મધ્ય રેલવેના સ્લો રૂટ પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(Chhatrapati Shivaji Maharaj Terminus)અને વિદ્યા વિહાર વચ્ચે સવારે 10.55 થી બપોરે 3.55 સુધી મેગા બ્લોક રહેશે.

આ સમાચાર પણ વાંચો : લોકલ ટ્રેન યાત્રી કૃપયા ધ્યાન દે- પશ્ચિમ રેલવેના આ સ્ટેશનો વચ્ચે આજે 4 કલાકનો રહેશે નાઈટ બ્લોક

બ્લોક સમયગાળા દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી સવારે 10.48 થી બપોરે 3.49 વાગ્યાની વચ્ચે ઉપડતી ધીમી ટ્રેનોને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને વિદ્યાવિહાર સ્ટેશનો(Vidyavihar stations) વચ્ચે ફાસ્ટ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે અને ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશનો પર રોકાશે અને પછી સ્લો રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. સાથે જ ઘાટકોપરથી સવારે 10.41 થી બપોરે 3.52 વાગ્યાની વચ્ચે ઉપડનારી સ્લો લાઇનની ટ્રેનોને વિદ્યાવિહાર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચેની ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે અને કુર્લા, સાયન, માટુંગા, દાદર, પરેલ અને ભાયખલા સ્ટેશનો પર રોકાશે.

કુર્લા-વાશી અપ અને ડાઉન હાર્બર રૂટ પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે. બ્લોક સમયગાળા દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈથી પનવેલ/બેલાપુર/વાશી માટે સવારે 10.34 થી બપોરે 3.36 વાગ્યાની વચ્ચે ઉપડતી હાર્બર રૂટની ટ્રેનો અને વાશી/બેલાપુર/પનવેલથી સવારે 10.16 વાગ્યાથી બપોરે 3.47 વાગ્યા સુધી અપ હાર્બર રૂટ પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ જતી સેવાઓ રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો : આખરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને મળી ગયા નવા દયાબેન – આ અભિનેત્રીની થશે શોમાં એન્ટ્રી

ટ્રાન્સ હાર્બર રૂટ પર મુસાફરો માટે મહત્વપૂર્ણ સૂચના

બ્લોક સમયગાળા દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-કુર્લા અને વાશી-પનવેલ સ્ટેશનો વચ્ચે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. હાર્બર રૂટ પરના મુસાફરોને બ્લોક સમયગાળા દરમિયાન સવારે 10.00 થી સાંજના 6.00 વાગ્યા સુધી ટ્રાન્સહાર્બર રૂટ (થાણે-વાશી/નેરુલ) દ્વારા મુસાફરી કરવાની મંજૂરી છે.

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version