Site icon

મુંબઈ બન્યું માથેરાન.. શહેરમાં દિવસેને દિવસે વધી રહી છે ઠંડી.. જાણો આજે કેટલું છે તાપમાન..

Mercury Dips Below 20 Degrees In Mumbai

મુંબઈ બન્યું માથેરાન.. શહેરમાં દિવસેને દિવસે વધી રહી છે ઠંડી..

News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. લઘુત્તમ તાપમાનનો પારો નીચે જતાં ઠંડી મહેસૂસ થવા લાગી છે. તેમાંય મુંબઈમાં આ વખતની શિયાળાની મોસમનો સૌથી ઓછું તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે. આજે સાંતાક્રુઝમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે આ વર્ષના શિયાળાનું સૌથી ઓછું તાપમાન છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવાર અને બુધવારે ધુમ્મસની સંભાવના સાથે આગામી બે દિવસ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહેવાની આગાહી કરી છે.

Join Our WhatsApp Community

સાંતાક્રુઝમાં 61% સંબંધિત ભેજ સાથે લઘુત્તમ તાપમાન 15.0 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 29.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, એમ આઈએમડીએ રવિવારે જણાવ્યું હતું. કોલાબામાં 74% સંબંધિત ભેજ સાથે લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 28.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વર્ષના શિયાળા દરમિયાન રવિવાર પહેલા શનિવારે  શહેરનું લઘુતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ હતું.

આ સમાચાર પણ વાંચો: Coronavirus : ચીનના કોરોના વેરિયન્ટનો પહેલો દર્દી ભારતમાં મળ્યો, વહીવટીતંત્ર સતર્ક.

છેલ્લા 10 વર્ષમાં મુંબઈમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ડિસેમ્બર 2011 અને 2015માં 11.4 °C અને ત્યારબાદ 2014માં 12.0 °C નોંધાયું હતું.

દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે મંગળવાર અને બુધવારે વહેલી સવારના કલાકોમાં ધુમ્મસ રહેશે અને દિવસ દરમિયાન આકાશ સાફ રહેશે. શક્યતા છે કે આગામી દિવસોમાં વાતાવરણ ઠંડું રહેશે અને સરેરાશ તાપમાન 15 °C થી 17 °C વચ્ચે રહેશે.

Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.
Satara Drug Bust: કરાડના પાચુપતેવાડીમાં DRI ની રેડ, પોલ્ટ્રી ફાર્મમાં ચાલતી ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ; તપાસમાં ચોંકાવનારા ખુલાસા.
Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ
Navi Mumbai Crime: તુર્ભેમાં મોબાઈલ શોપમાં ચોરી કરનાર ૪ રીઢા ગુનેગારો ઝડપાયા, નવી મુંબઈ પોલીસે ૨૪ કલાકમાં લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો
Exit mobile version