Site icon

મેટ્રોના મુસાફરો માટે મોટા સમાચાર! વર્સોવા-ઘાટકોપર મેટ્રો-1 આવતીકાલે પીક અવર દરમિયાન આટલા કલાક રહેશે બંધ.. મુસાફરોને થશે હાલાકી..

મેટ્રોમાં મુસાફરી કરનારાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ગુરુવારે (19 જાન્યુઆરી) મુંબઈ મેટ્રોની ઘાટકોપર-વર્સોવા રૂટની સેવા બંધ રહેશે અને તે પણ સાંજે એટલે કે પીક અવર દરમિયાન. એટલે કે ઘાટકોપર મેટ્રો સાંજે 5.45 થી 7.30 સુધી બંધ રહેશે. પીક અવરમાં મેટ્રો બંધ થવાને કારણે ઓફિસથી ઘરે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

108 coaches, costing Rs 989 crore; Preparations for so many trains have started on Metro 6 route.

108 coaches, costing Rs 989 crore; Preparations for so many trains have started on Metro 6 route.

News Continuous Bureau | Mumbai

મેટ્રોમાં ( Metro  ) મુસાફરી કરનારાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ગુરુવારે ( Thursday ) (19 જાન્યુઆરી) મુંબઈ મેટ્રોની ઘાટકોપર-વર્સોવા રૂટની સેવા બંધ રહેશે અને તે પણ સાંજે એટલે કે પીક અવર દરમિયાન. એટલે કે ઘાટકોપર મેટ્રો સાંજે 5.45 થી 7.30 સુધી બંધ રહેશે. પીક અવરમાં મેટ્રો બંધ થવાને કારણે ઓફિસથી ઘરે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ કેટલાક ઓપરેશનલ અને વહીવટી કારણોસર મેટ્રોને બંધ કરવાનો નિર્ણય મેટ્રો વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. એટલા માટે મેટ્રોમાં મુસાફરી કરતા લોકોએ આ સમાચાર જાણ્યા પછી જ બહાર જવાનો પ્લાન તૈયાર કરવો. એવી અપીલ મેટ્રો પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે આ મેટ્રો એ જ દિવસે બંધ થવા જઈ રહી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈની મુલાકાતે આવવાના છે.

આ સમાચાર પણ વાંચો:  ધ્યાન રાખજો.. મુંબઈમાં ફરી વધ્યું પ્રદૂષણ! શહેરના આ વિસ્તારની હવા ‘અત્યંત ખરાબ’, નિર્દેશાંક 363 નોંધાયો..

મીડિયા રિપોર્ટ મુજબ PM નરેન્દ્ર મોદી તેમની મુંબઈ મુલાકાત દરમિયાન અનેક મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે. મુંબઈ મેટ્રો 2A અને મેટ્રો 7ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન તેમના હસ્તે થવાનું છે. પ્રથમ તબક્કાનું ઉદઘાટન ગયા વર્ષે જ થયું હતું. પ્રથમ તબક્કામાં દહિસર પૂર્વ અને આરે વચ્ચે મેટ્રો સેવા શરૂ કરવામાં આવી હતી. આ પછી હવે બીજા તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે.

મેટ્રો 2A અને 7 ના રૂટ આ પ્રકારના છે.

મુંબઈ મેટ્રો 2A નો રૂટ 18.5 કિલોમીટર લાંબો છે. મેટ્રો 2A રૂટ દહિસર પશ્ચિમથી ડીએન નગર સુધીનો છે. આ માર્ગ પરના સ્ટેશનો દહિસર પૂર્વ, કાંદરપાડા, મંડપેશ્વર, એકસર, બોરીવલી (પશ્ચિમ), શિમ્પોલી, કાંદિવલી (પશ્ચિમ), દહાણુકરવાડી, વલણઈ, મલાડ પશ્ચિમ, લોઅર મલાડ, પહારી ગોરેગાંવ, ગોરેગાંવ પશ્ચિમ, ઓશિવારા, લોઅર ઓશિવારા અને ડીએન નગર છે.

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version