ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,6 ઓગસ્ટ 2021
શુક્રવાર.
દહિસર(પૂર્વ)માં ચેકનાકા પાસે મેટ્રો રેલનું કામ ચાલી રહ્યું છે . ચેકનાકા નજીક નિર્માણધીન મેટ્રો ટ્રેન માટે પતરાનો પીલર પડી ગયો હતો. સાંજના સમયે આ દુર્ઘટના થઈ હોવાથી સદનસીબે તેમા કોઈ જખમી થયું નહોતું. મેટ્રોના પ્રવકતાના જણાવ્યા મુજબ ‘પતરાનો શેડ કે જેમાં કોંક્રીટ ભરીને આખુ માળખુ તૈયાર કરવામાં આવે છે, તે પીલર એક હોટલ પર તૂટી પડયો હતો. ઘટના સ્થળે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ માળખું વજનદાર હોવાથી ક્રેનની મદદથી તેને હટાવવામાં કલાકો નીકળી ગયા હતા.
મુંબઈનો આ પ્રખ્યાત બીચ થયો પ્રદૂષિત, બીચ પરની રેતી અચાનક પડી કાળી; જુઓ વીડિયો
અગાઉ પણ દહિસરમાં મેટ્રોના કામ દરમિયાન એક્સિડન્ટના અનેક બનાવ બન્યા છે. તેથી નાગરિકોની સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે.
