Site icon News Continuous Bureau | Mumbai

MHADA Flat Fraud Case મ્હાડાના ફ્લેટ અપાવવાના બહાને વૃદ્ધા સાથે ₹૬૦.૪૭ લાખની ઠગાઈ, મુખ્ય આરોપીનો સાગરીત ગિરફ્તાર

MHADA Flat Fraud Case મંત્રાલયમાં ઓળખાણ હોવાનો દાવો કરી પાંચ મકાનોની લાલચ આપી, મલાડ પોલીસે સહઆરોપીને ઝડપી લીધો

MHADA Flat Fraud Case  મ્હાડાના ફ્લેટ અપાવવાના બહાને વૃદ્ધા સાથે ₹૬૦.૪૭ લાખની ઠગાઈ, મુખ્ય આરોપીનો સાગરીત ગિરફ્તાર

MHADA Flat Fraud Case મ્હાડાના ફ્લેટ અપાવવાના બહાને વૃદ્ધા સાથે ₹૬૦.૪૭ લાખની ઠગાઈ, મુખ્ય આરોપીનો સાગરીત ગિરફ્તાર

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

MHADA Flat Fraud Case મુંબઈના મલાડ (Malad) વિસ્તારમાં ૬૯ વર્ષીય વૃદ્ધાને મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે મ્હાડા (MHADA) ના પાંચ ફ્લેટ સસ્તા ભાવે અપાવવાની લાલચ આપી ₹૬૦.૪૭ લાખ પડાવી લેવાના મામલામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. મલાડ પોલીસે આ કરોડોની છેતરપિંડી (Fraud) કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય સૂત્રધારના સાગરીતની ધરપકડ (Arrest) કરી છે.

MHADA Flat Fraud Case – ૧૩ વર્ષ જૂના પરિચિતે મંત્રાલયના અધિકારી તરીકે ઓળખ આપી છેતરપિંડી આચરી

પોલીસ તપાસમાં સામે આવેલી ચોંકાવનારી વિગતો મુજબ, આ કેસનો મુખ્ય સૂત્રધાર પીડિત પરિવારનો છેલ્લા ૧૩ વર્ષ જૂનો પરિચિત (Family Acquaintance) હતો. તેણે પોતે મંત્રાલય (Mantralaya) ના મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતો હોવાનો ખોટો દાવો કરીને પીડિત પરિવારનો વિશ્વાસ જીતી લીધો હતો. તેણે વૃદ્ધાને લાલચ આપી હતી કે કુર્લા ખાતે તેમની જે ત્રણ ઝૂંપડીઓ ધોવાઈ ગઈ હતી, તેના વળતર પેટે તે પોતાની વગનો ઉપયોગ કરીને અંધેરી, મલાડ કે ગોરેગાંવ જેવા પ્રાઇમ લોકેશન પર સસ્તા ભાવે મ્હાડાના ફ્લેટ્સ (Flats) અપાવી દેશે.

MHADA Flat Fraud Case – પાંચ ફ્લેટ બતાવી ગોરેગાંવનું મકાન વેચાવ્યું, એલોટમેન્ટ લેટરના નામે ફરાર

મુખ્ય સૂત્રધારે પોતાના પકડાયેલા સાગરીત સાથે મળીને ફરિયાદીને વિવિધ સ્થળોએ ફ્લેટ બતાવ્યા હતા અને વધુ બે ફ્લેટ સહિત કુલ પાંચ મકાનો ત્રણ મહિનામાં સોંપી દેવાની સંપૂર્ણ ખાતરી આપી હતી. પરિવારે સંપૂર્ણ વિશ્વાસમાં આવીને ગોરેગાંવ સ્થિત પોતાનો એક ફ્લેટ વેચી દીધો હતો અને આરોપીઓના બેંક ખાતા (Bank Accounts) માં કટકે-કટકે કુલ ₹૬૦.૪૭ લાખ જમા કરાવી દીધા હતા. જોકે, તમામ નાણાં મેળવી લીધા બાદ એલોટમેન્ટ લેટર (Allotment Letter) સોંપવાના બહાને પરિવારને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ એટલે કે બીકેસી (BKC) બોલાવીને આરોપી ફરાર થઈ ગયો હતો અને પોતાના તમામ મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા.

MHADA Flat Fraud Case – મલાડ પોલીસે સાગરીતને દબોચ્યો, મુખ્ય સૂત્રધારની શોધખોળ તેજ

સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થતાં વૃદ્ધાએ તાત્કાલિક મલાડ પોલીસ સ્ટેશન (Malad Police Station) માં સત્તાવાર એફઆઈઆર (FIR) નોંધાવી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે ઝડપી ઓપરેશન હાથ ધરીને મુખ્ય આરોપીના સહ-આરોપીને કસ્ટડી (Custody) માં લઈ લીધો છે. પ્રાથમિક તપાસ મુજબ ઠગાઈની રકમનો મોટો હિસ્સો આ સાગરીત પાસે ગયો હોવાની પ્રબળ આશંકા છે. હાલ પોલીસ આરોપીના રિમાન્ડ મેળવી તેની કડક પૂછપરછ કરી રહી છે તેમજ ફરાર મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

👉 આ સમાચાર વાચો:
Thane Police Returns Gold વાગળે પોલીસે રિક્ષામાં ભુલાયેલું ₹૬ લાખનું સોનું માત્ર બે કલાકમાં શોધી મુસાફરને પરત કર્યું

CSMT Ticket Checking Drive CSMT સ્ટેશન પર રેલવેની સ્પેશિયલ ટિકિટ ચેકિંગ ઝુંબેશ ૫૪૧ મુસાફરો પાસેથી ₹૨.૫૨ લાખથી વધુનો દંડ વસૂલાયો
Andheri Police Ganja Seizure અંધેરીમાં એમઆઈડીસી પોલીસનો સપાટો ₹૬૬.૩૬ લાખના હાઈડ્રો ગાંજા સાથે બે તસ્કરોની ધરપકડ
Juhu Female Driver Chaos જુહુમાં મહિલા કારચાલકનો ભારે આતંક અનેક વાહનોને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ, રોકનાર પોલીસકર્મીઓ પર ગાડી ચડાવવાનો પ્રયાસ
Dadar Police Recover Stolen Phones દાદર પોલીસની પ્રશંસનીય કામગીરી ગુમ થયેલા ₹૩.૪૦ લાખની કિંમતના ૨૫ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા
Exit mobile version