News Continuous Bureau | Mumbai
પોતાની માલિકીનું ઘર હોવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. જોકે ખાનગી બિલ્ડરો(Private builders) પાસેથી મોંઘા ભાવે ઘર ખરીદવુ શક્ય નથી હોતું તેમની માટે મ્હાડા(Mhada) વરદાનરૂપ સાબિત થઈ છે. ફરી એક વખત મ્હાડા લોકો માટે સસ્તા ઘર બાંધવાની છે. મ્હાડા રાજ્યની સૌથી મોટી ટાઉનશિપ મુંબઈ નજીકના અંબરનાથ(Ambernath) શહેરમાં ઊભી કરવાની છે. તેની જાહેરાત મહારાષ્ટ્રના હાઉસિંગ મિનિસ્ટર(Housing Minister of Maharashtra) જિતેન્દ્ર આવ્હાડે(Jitendra Awhad) કરી હતી.
જિતેન્દ્ર આવ્હાડના જણાવ્યા મુજબ મ્હાડાના અધિકારીઓ દ્વારા અંબરનાથ પાસે ચીખલોલી ડેમને(Chikhloli Dam) અડીને આવેલી 200 એકર જમીનનો સર્વે કરવામાં આવ્યો હતો. મુંબઈ ઉપનગરોની(Mumbai Suburbs) વસ્તી હાલમાં ઝડપથી વધી રહી છે. મુંબઈમાં હવે ઘર બાંધવા માટે મ્હાડા પાસે જગ્યા બચી નથી ત્યારે ડોમ્બિવલીથી(Dombivli) આગળ એટલે કે માત્ર અંબરનાથ અને બદલાપુરમાં(Badlapur) જ જગ્યાઓ ખાલી છે. તેથી, મ્હાડા આ વિસ્તારમાં એક મેગા ટાઉનશિપ(Township) સ્થાપશે, એવી જાહેરાત હાઉસિંગ મિનિસ્ટર જિતેન્દ્ર આવ્હાડે કરી હતી.
આ સમાચાર પણ વાંચો : એલર્ટ- મુંબઈમાં ફરી કોરોનાના દર્દીઓની સંખ્યા અને પોઝિટિવિટી રેટમાં થયો વધારો- જાણો આજની કોરોના પરિસ્થિતિ
આ ટાઉનશિપ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીની મ્હાડા દ્વારા બાંધવામાં આવેલી ટાઉનશિપમાં સૌથી મોટી ટાઉનશિપ હશે, એમ જિતેન્દ્ર આવ્હાડે જણાવ્યું હતું. અત્યાર સુધી અંબરનાથ શહેરમાં મ્હાડાનો કોઈ પ્રોજેક્ટ ઊભો કરવામાં આવ્યો નથી. જો કે આ વિસ્તારની કનેક્ટિવિટીને કારણે અત્યારે આ વિસ્તાર ખૂબ જ મહત્વ ધરાવે છે. તેથી જ મ્હાડા ચીખલોલી ડેમને અડીને આવેલી 200 એકર જમીન ખરીદવાનું આયોજન કરી રહ્યું છે.
હાઉસિંગ મિનિસ્ટર જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે મ્હાડા દ્વારા અત્યાર સુધી બનાવવામાં આવેલી ટાઉનશિપમાંથી મહારાષ્ટ્રમાં સૌથી મોટી ટાઉનશિપ આ જગ્યાએ બનાવવામાં આવશે. તેમણે આ માહિતી અંબરનાથ શહેરમાં એક કાર્યક્રમ માટે આવી રહી હતી ત્યારે આપી હતી. મ્હાડાના અધિકારીઓ દ્વારા આજે ચિખલોલી ખાતેની સૂચિત જગ્યા, જ્યાં પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન છે, તેનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે આ પ્રસંગે કહ્યું હતું.
 
