Site icon

Mumbai: મુંબઈમાં બિઝનેસ શરૂ કરવાની સુવર્ણ તક! MHADA ઓનલાઈન હરાજી દ્વારા કુલ આટલી વ્યાવસાયિક દુકાનો વેચશે.. જાણો અહીં શું રહેશે સંપુર્ણ પ્રક્રિયા..

Mumbai: મુંબઈ હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ બોર્ડ, મ્હાડાના વિભાગીય એકમ, મુંબઈ શહેર અને ઉપનગરોમાં 173 દુકાનોના વેચાણ અને અરજી પ્રક્રિયા માટે એક ઑનલાઇન હરાજીની જાહેરાત કરી છે.

MHADA will sell total commercial shops through online auction.. Know what will be complete process here..

MHADA will sell total commercial shops through online auction.. Know what will be complete process here..

News Continuous Bureau | Mumbai  

Mumbai: મુંબઈમાં બિઝનેસ શરૂ કરનારાઓ માટે હવે સુવર્ણ તક છે. MHADA, મુંબઈ હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ બોર્ડ ( MHADA ) ના અધિકારક્ષેત્ર હેઠળના 173 વ્યવસાયિક દુકાનો વેચાણ માટે, www.eauction.mhada.gov.in પર કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમમાં પાત્ર અરજદારો માટે 27મી જૂન, 2024ના રોજ ઈ-ઓક્શન યોજાશે .  

Join Our WhatsApp Community

વ્યવસાયિક દુકાનોના વેચાણ ( Commercial shops selling ) માટે કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમમાં 27મી જૂનના રોજ સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન શરુ થશે. જેમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અને ડીપોઝીટ ચૂકવેલ પાત્ર અરજદારો માટે  જ ઓનલાઈન બિડીંગ ( Online Bidding ) નક્કી કરવામાં આવેલ છે. આ ઈ-ઓક્શનનું એકીકૃત પરિણામ 28મી જૂન, 2024ના રોજ સવારે 11.00 વાગ્યે https://mhada.gov.in અને  www.eauction.mhada.gov.in બંને વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે .

 Mumbai: આ ઈ-ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવા માટે, વેબસાઈટ પર નોંધણી કરવી રહેશે..

મુંબઈ મંડળમાં વ્યવસાયિક દુકાનોના ઈ-ઓક્શન ( E-auction ) દ્વારા વેચાણ માટે 27મી ફેબ્રુઆરી, 2024ના રોજ પ્રકાશિત જાહેરાત કરવામાં આવી હતી. જો કે, લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના સંબંધમાં લાગુ પડતી આદર્શ આચાર સંહિતાને કારણે ઈ-ઓક્શન પ્રક્રિયાના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેથી હવે જ્યારે આચારસંહિતા પૂરી થઈ ગઈ છે, ત્યારે બોર્ડ દ્વારા ઈ-ઓક્શનની તારીખ અને સમય નક્કી કરવામાં આવ્યો છે.

આ સમાચાર  પણ વાંચો :  Blood donation: સુરત-નવસારીના યંગસ્ટરોના ‘વન બ્લડ અનાવિલ ગ્રુપે’ ૪ વર્ષમાં ૪૭ કેમ્પ યોજી ૩૪૭૨ યુનિટ રક્ત એકત્ર કરી શહેરની જુદી જુદી બ્લડ બેન્કમાં અર્પણ કર્યું

મુંબઈની વિવિધ વસાહતો ( Mumbai Estate ) દ્વારા ઉક્ત ઈ-ઓક્શનમાં મુંબઈ મંડળ દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ વ્યવસાયિક દુકાનોની સંખ્યા નીચે મુજબ છે . પ્રતિષ્કા નગર-શિવ અહીં 15 દુકાન, ન્યૂ હિન્દી મિલ-મઝગાંવ 2, સ્વદેશી મિલ-કુર્લા-05, ગવાનપાડા મુલુંડ-08, તુંગા પવઈ-03, કોપરી પવઈ-05, મજાવાડી જોગેશ્વરી ઈસ્ટ-01, શાસ્ત્રીનગર ગોરેગાંવ-01, સિદ્ધાર્થનગર ગોરેગાંવ-01, બિંબિસાર નગર ગોરેગાંવ પૂર્વ- 17, માલવાણી-મલાડ- 57, ચારકોપ પ્લોટ નંબર એક- 15, ચારકોપ પ્લોટ નંબર બે- 15 દુકાનો, ચારકોપ પ્લોટ નંબર ત્રણ-4, જૂના માગા થાણે બોરીવલી પૂર્વ-12, મહાવીર નગર કાંદિવલી પશ્ચિમ – 12 દુકાનો બોલી માટે ઉપલબ્ધ હશે.

આ ઈ-ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવા માટે, વેબસાઈટ પર નોંધણી કરી, ઓનલાઈન અરજી કરી, દસ્તાવેજો અપલોડ કરવા રહેશે. આ બાદ 1લી માર્ચ, 2024થી સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ડિપોઝિટ ચૂકવી રહેશે. આ માટે 06 જૂન, 2024ના રોજ રાત્રે 11.59 વાગ્યા સુધીની સમયમર્યાદા આપવામાં આવી હતી.  

 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version