Site icon

Milk Adulteration Racket: મલાડમાં બ્રાન્ડેડ પેકેટમાં ભેળસેળયુક્ત દૂધનું રેકેટ ઝડપાયું, ૪૭૩ લિટર જથ્થો જપ્ત

Milk Adulteration Racket: અમૂલ અને ગોકુલ જેવી બ્રાન્ડના પેકેટ સાથે છેડછાડ કરી ગંદુ પાણી ઉમેરતો આરોપી ઝડપાયો; લાઈટર અને મીણબત્તીથી ફરી સીલ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલતો હતો ખેલ.

Milk Adulteration Racket Busted in Malad: Scammer used dirty water in branded packets; 473 liters seized.

Milk Adulteration Racket Busted in Malad: Scammer used dirty water in branded packets; 473 liters seized.

News Continuous Bureau | Mumbai

 Milk Adulteration Racket: મુંબઈના મલાડ વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતું દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ દિંડોશી પોલીસ અને એફડીએ (FDA) ની સંયુક્ત કાર્યવાહીમાં ઝડપાયું છે. મલાડ ઈસ્ટના કાસમ બાગ વિસ્તારમાં અમૂલ અને ગોકુલ જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડના પેકેટમાં ગંદા પાણીનું મિશ્રણ કરી વેચતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અંધેરી બાદ છેલ્લા ચાર દિવસમાં મુંબઈમાં પકડાયેલું આ બીજું મોટું રેકેટ છે.ઝડપાયેલો ૪૦ વર્ષીય આરોપી અત્યંત ચાલાકીથી આ ગોરખધંધો ચલાવતો હતો. તે બ્રાન્ડેડ દૂધના પેકેટને કાપીને તેમાંથી અસલી દૂધ કાઢી લેતો અને તેમાં દૂષિત પાણી ઉમેરતો હતો. આ ભેળસેળયુક્ત દૂધ પીવાથી ટાઈફોઈડ અને કોલેરા જેવી બીમારીઓ થવાની આશંકા સેવાઈ રહી છે.

Join Our WhatsApp Community

 કઈ રીતે કરતો હતો ભેળસેળ?

આરોપી પેકેટમાંથી દૂધ કાઢ્યા બાદ, મીણબત્તી અને લાઈટરની મદદથી પેકેટને ફરીથી એવી રીતે સીલ કરતો કે ગ્રાહકને અસલી-નકલીનો તફાવત ખબર ન પડે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ૬૦૦ થી વધુ ખાલી ડુપ્લીકેટ પેકેટો.મીણબત્તીઓ, લાઈટર અને ગરણીઓ જેવા સાધનો. અને કુલ ૪૭૩ લિટર ભેળસેળયુક્ત દૂધ.જપ્ત કર્યું છે.

આ સમાચાર પણ વાંચો: Digital Arrest Fraud:મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વિધવા મહિલાની ₹60 લાખની લૂંટ: ઠગો ઘરે આવીને રોકડા લઈ ગયા, પોલીસ પણ સ્તબ્ધ

465 લિટર દૂધનો સ્થળ પર જ નાશ કરાયો

લોકોના સ્વાસ્થ્યના જોખમને ધ્યાનમાં રાખીને, એફડીએ (FDA) ના અધિકારીઓએ જપ્ત કરેલા દૂધમાંથી ૪૬૫ લિટરનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ દૂધની અંદાજિત કિંમત ₹૩૧,૦૦૦ જેટલી થાય છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આરોપી આ દૂધ મુંબઈના કયા કયા વિસ્તારોમાં અને કયા રિટેલર્સને સપ્લાય કરતો હતો.

Digital Arrest Fraud:મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વિધવા મહિલાની ₹60 લાખની લૂંટ: ઠગો ઘરે આવીને રોકડા લઈ ગયા, પોલીસ પણ સ્તબ્ધ
Kerala Murder: કેરળનો ખતરનાક હત્યારો મુંબઈમાં ભંગાર વીણનારો બનીને છુપાયો, CSMT પરથી RPF એ ફિલ્મી ઢબે દબોચી લીધો
BKC Incident:BKC માં ‘Simba Uproar’ ઇવેન્ટમાં સનસનાટી: MBA વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો, હજારોની મેદની વચ્ચે સુરક્ષામાં મોટી ખામી!
Mumbai Cyber Fraud: મુંબઈમાં ગેસ બિલના નામે ₹40 લાખની છેતરપિંડી: ઘાટકોપરના શખ્સ સાથે મોટું સાયબર ફ્રોડ, એક લિંક ક્લિક કરવી પડી મોંઘી
Exit mobile version