ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧
બુધવાર
મીરા-ભાઈંદર મહાનગરપાલિકા હાલ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરનારા ફેરિયાઓ સામે કાર્યવાહી કરી રહી છે. આ કાર્યવાહી દરમિયાન પાલિકાએ ગઈકાલે મીરારોડના નયાનગર વિસ્તારમાં એક ફેરિયા સાથે ગેરવર્તણૂક કરી હતી અને બળજબરીપૂર્વક સામાન ફેંકી અને રેંકડીને તોડી નાખી હતી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં હવે હોબાળો થયો છે અને પાલિકાની લોકોએ ખૂબ ટીકા કરી છે.
વીડિયોમાં દેખાય છે કે પાલિકા અને પોલીસની આ સંયુક્ત કાર્યવાહીમાં અધિકારીઓ આ રેંકડીને હથોળીથી ઘટનાસ્થળે જ તોડી રહ્યા છે. આ સંદર્ભે વાત કરતાં આ ફેરિયાએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “પાલિકાના અધિકારીઓને જોઈને બીજા ફેરિયાઓ ભાગી ગયા, પરંતુ હું ભાગી શક્યો નહીં. મેં તેમને મને જવા દેવાની વિનંતી કરી, પણ તેમણે મારી ગાડી તોડી નાખી.”
અહીં ઉલ્લેખનીય છે કે કાનૂની કાર્યવાહી કરવાનો હક પાલિકાને અચૂક છે, પરંતુ આ રીતે ગેરકાનૂની અને અમાનવીય કાર્ય સાંખી શકાય નહીં.
મીરા-ભાઈંદર પાલિકાની દાદાગીરી; ગરીબ ફેરિયાની બળજબરી પૂર્વક સામાન ફેકી રેકડી તોડી નાખી, જુઓ વિડિયો#Mumbai #mirabhayandar #covid19 #covidcurbs #hawkers pic.twitter.com/vxPRfkiy80
— news continuous (@NewsContinuous) June 30, 2021