Site icon

દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત લોકોએ સોસાયટીમાં નેતાઓ માટે ‘નો એન્ટ્રી’નું બૅનર માર્યું; જાણો મીરા રોડનો વિચિત્ર કિસ્સો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

છેલ્લા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી ચોમાસા દરમિયાન દર વર્ષે નિયમિતપણે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરતા મીરા રોડ સ્થિત એક હાઉસિંગ સોસાયટીએ એક અનોખું પગલું ભર્યું છે. સોસાયટીએ રાજકીય પક્ષોના સભ્યો અને તેમના ઉમેદવારોને કોઈપણ પ્રકારના પ્રચાર માટે તેમના પરિસરમાં પ્રવેશ ન કરવા વિનંતી કરતું એક બૅનર લગાવ્યું છે. રહેવાસીઓ કહે છે કે તેમને હવે નેતાઓની ખાતરીઓ અને વચનો પર વિશ્વાસ રહ્યો નથી.

હવે તેમની આ પહેલ વિવિધ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઉગ્ર ચર્ચાનો વિષય બની છે. દર વર્ષે મીરા રોડના ગુજરાતી વસ્તી ધરાવતા શાંતિનગર વિસ્તારમાં ભારે વરસાદને પગલે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જાય છે અને માલમતાનું ખૂબ નુકસાન થાય છે. નેતાઓ ડ્રેનેજ સિસ્ટમને દુરસ્ત કરવાના વાયદા તો કરે છે, પરંતુ જમીની સ્તરે કામ થતું નથી.

31 ઑગસ્ટ નજીક આવતાં દેશભરના ઝવેરીઓની ચિંતા વધી ગઈ; જાણો કેમ?

આ મુસીબતથી કંટાળી ગયેલા શાંતિનગર સેક્ટર પાંચના લોકોએ આખરે આ કીમિયો અજમાવ્યો છે. સોસાયટીએ બૅનર મારી એમાં લખ્યું છે કે તમામ રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારોએ અહીં પ્રચાર માટે આવવું નહિ. ઘણાં વર્ષો વીત્યાં છતાં પણ વરસાદનાં પાણી ભરાવાની પરંપરા હજી ચાલુ જ હોવાથી અમને કોઈ પાર્ટી કે ઉમેદવારો પર ભરોસો રહ્યો નથી.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version