Site icon

મલાડમાં સ્પોર્ટસ કોમ્પેક્સને મુદ્દે મુંબઈમાં રાજકારણ ગરમાયુ, ટિપુ સુલતાન નામકરણ એટલે સત્તા માટે નિર્લજ્જતા, ભાજપના આ નેતાએ કર્યો આરોપ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,27 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર.

મુંબઈના પશ્ચિમ પરા મલાડમાં આવેલા સ્પોર્ટસ કોમ્પલેક્સને ટિપુ સુલતાન નામ આપવા પરથી મુંબઈમાં બરોબરનું રાજકારણ ગરમાયુ છે. બુધવારે પ્રજાસત્તાક દિને આ કોમ્પ્લેક્સની બહારની ભાજપ અને બજરંગ દળના કાર્યકર્તાઓ જોરદાર નારાબાજી કરીને આંદોલન કર્યુ હતું. ટિપુ સુલતાનનું નામ આપવા સામે ભારે વિરોધ બાદ પણ પોલીસ સંરક્ષણ વચ્ચે મેદાનનું નામકરણ કરવામાં આવ્યું હતું, જેને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિરોધ પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે વખોડી કાઢ્યો હતો અને પૂરા પ્રકરણને સત્તા માટેની નિર્લજ્જતા ગણાવી હતી.

મલાડમાં સ્પોર્ટસ કોમ્પેક્સના ટિપુ સુલતાન નામકરણ સામે ભાજપ-બજરંગ દળ બુધવારે ભારે આક્રમક થઈ ગયા હતા.
ભાજપ અને બંજરગ દળનો આ નામ આપવા સામે વિરોધ હતો, તેથી બુધવારે તેઓ આંદોલન કરવા કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા હતા. આંદોલનને પગલે પૂરો કાર્યક્રમ પોલીસ સંરક્ષણ હેઠળ પાર પડ્યો હતો.

 સ્પોર્ટ્સ કોમ્પલેકસમાં મુંબઈ શહેરના પાલક પ્રધાન અસ્લમ શેખના હસ્તે મેદાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ સામ સામે થઈ ગયા હતા ત્યારબાદ પોલીસે કાર્યકર્તાઓને તાબામાં લીધા હતા. પૂરા બનાવ દરમિયાન આંદોલનકારીઓના વિરોધને ચૂપ કરવા તેમના પર લાઠીમાર ચાર્જ કરવામાં આવ્યો હોવાનો ભાજપે આરોપ પણ કર્યો હતો.

બનાવટી ભારતીય ચલણ છાપનારી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ, ઉત્તર મુંબઈના આ વિસ્તારમાંથી સાત કરોડ રૂપિયાની બનાવટી નોટ જપ્ત, સાતની ધરપકડ. જાણો વિગત

આંદોલનકારીઓએ માગણી કરી હતી કે દેશના મહાન વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ જેવા લોકોના નામ આપવાને બદલે ટિપુ સુલતાનનું નામ આપવામાં આવે છે. આંદોલનકારીઓએ એવો આરોપ પણ કર્યો હતો  સ્પોર્ટસ કોમ્પલેકસને અસ્લમ શેખે જાણીજોઈને ટિપુ સુલતાનનું નામ આપ્યું હતું. જયાં સુધી નામ બદલવામાં નહીં આવે આંદોલન ચાલુ રહેશે.

ઉદ્ઘાટન પ્રસંગે આંદોલનકારીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જ સામે દેવેન્દ્ર ફડણવીસે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે હિંદુઓ પર અત્યાચાર કરનારા ટિપુ સુલતાનનું નામ નહીં આપવાની માગણી માટે આંદોલન કરનારા ભાજપ. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ પર લાઠીમાર કરવામાં આવ્યો હતો, તેમની ધરપકડ કરવામાં આવી હતી. ભાજપનો તેની સામે વિરોધ છે. સમાજના અમુક વર્ગના મત મેળવવા માટે સત્તા મેળવવા માટે આટલી નીચલી હદ સુધી લોકો ગયા હતા. જે અત્યંત શરમજનક કૃત્ય છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version