Site icon News Continuous Bureau | Mumbai

શિંદે ગ્રુપનું મિશન BMC- ગુજરાતીઓ મતદારોને આકર્ષવા આ ધારાસભ્યએ નવરાત્રીમાં ગરબા રમવાની મંજૂરીને લઈને કરી આ માંગણી

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai) મહાનગરપાલિકાની ચૂંટણી (BMC Election) નજીક છે, ત્યારે ભાજપ (BJP)ની મોટી વોટ બેંક કહેવાતા ગુજરાતી મતદારોને આકર્ષવા માટે હવે તમામ પક્ષો અત્યારથી કમર કસી રહ્યા છે, તેમાં હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde Group) ગ્રુપ પણ જોડાઈ ગયું છે. શિવસેના(Shivsena) સામે બળવો કરીને શિંદે ગ્રુપમાં જોડાઈ ગયેલા પ્રકાશ સુર્વે(Prakash Survey) મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખીને નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબા રમવાની મંજૂરી માગી છે. 

Join Our WhatsApp Channel

માગાઠાણે વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રકાશ સુર્વેએ મુખ્ય પ્રધાન શિંદેને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે નવરાત્રીમા રાતના 12 વાગ્યા સુધી ગરબા-દાંડિયા રમવાની છૂટ આપવાની માગણી કરી છે.

આ સમાચાર પણ વાંચો : હેરાનગતિ માટે તૈયાર થઈ જાઓ- આ તારીખથી ટેક્સી-રિક્ષાવાળાઓ બેમુદત હડતાળ પર – જાણો શું છે કારણ

પત્રમાં પ્રકાશ સુર્વેએ લખ્યું છે કે  રાજ્યમાં શિંદે અને ફડણવીસની સરકાર આવ્યા બાદ તમામ તહેવારો પ્રતિબંધ મુક્ત ઊજવાઈ રહ્યા છે. દહીહાંડી અને ગણેશોત્સવની ઉજવણી માં કોઈ પ્રતિબંધ રહ્યા નહોતા. ત્યારે હવે નવરાત્રી પણ પ્રતિબંધ મુક્ત હોવી જોઈએ.

સોમવાર 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર, 2022 સુધીના નવા દિવસ  રાજ્યમાં તથા મારા ઉત્તર મુંબઈમાં ઠેકઠેકાણે નવરાત્રીમાં ગરબા અને દાંડિયાનું આયોજન કરવામાં આવ્યું છે, તમામ જાતિના લોકો તેમાં જોડાય છે. ગુજરાત, રાજસ્થાનમાં નવ દિવસ રાતના 12 વાગ્યા સુધી ગરબા-દાંડિયાની મંજૂરી આપવામાં આવે છે. તેવી જ પરવાનગી મહારાષ્ટ્રમાં પણ તમે આપો એવી માગણી પ્રકાશ સુર્વેએ એકનાથ શિંદેને પત્રમાં કરી છે.

આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી કેસમાં આજે આવશે ચુકાદો- વારાણસીમાં કડક સુરક્ષા- જિલ્લા પ્રશાસને લીધો આ મોટો નિર્ણય

Mulund East Construction Site Fire મુંબઈના મુલુંડ પૂર્વમાં બાંધકામ સાઈટના વર્કર્સ શેડમાં ભીષણ આગ ટાટા નગરમાં અફરાતફરી, કોઈ જાનહાનિ નહીં
Kandivali High Rise Fire કાંદિવલી વેસ્ટની ‘ઓએસકે હેરિટેજ’ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી; ૧૦મા માળે ધુમાડાના ગોટા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન
Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Exit mobile version