ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર 2021
ગુરુવાર.
મુંબઈગરાને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ને વધુ ભંડોળની આવશ્યકતા છે. તે માટે તે મુંબઈગરા પર અમુક કરવેરા ઝીંકાય એવી શકયતા છે. MMRDA એ પ્રોપર્ટી અને ઇંધણ પર વધારાના ઉપકર અને કર સિવાય વ્હીકલ લાયસન્સ એન્યુલ રીન્યુલ પર શુલ્ક લગાવવાનો પ્રસ્તાવ છે. આગામી 20 વર્ષોમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ઈન્ફ્રા વિકાસને લઈને તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં વધારવાનો પ્રસ્તાવ છે. મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજનના રહેવાસીઓને પ્રસ્તાવિત અર્બન ટ્રાન્સ્પોટેશન ફંડ હેઠળ રાજયની તિજોરીમાં વધારાનું યોગદાન આપવું પડશે. તેના થકી MMRDA આગામી 20 વર્ષમાં 1.03 લાખ કરોડ રૂપિયાનું વધારાનું ભંડોળ જમા કરવાનું લક્ષ્યાંક રાખે છે.
અરે વાહ, શું વાત છે! વસઈ-વિરામાં અત્યાર સુધી થયું આટલા ટકા વેક્સિનેશન. જાણો વિગત.
MMRDAએ વધારાની એફએસઆઈ પર ડેલવપમેન્ટ ટેક્સ અને પ્રીમીયમ, સ્ટેપ ફી પર 1 ટકા ઉપકર, માલ પર 5 ટકા, ઇંધણ પર 2-3 ટકા લાગુ કરવાનો પણ પ્રસ્તાવિત કર્યુ છે. નવા વાહનોની ખરીદી પર, પેન્ડ પાર્ક, રેલવે અને મેટ્રો સ્ટેશનનોની આસપાસના વિસ્તારનો પુનર્વિકાસ પર ટેક્સ લાગુ થઈ શકે છે. 2041 સુધી જુદી જુદી ઈન્ફ્રા યોજના માટે MMRDAને 4.10 લાખ કરોડ રૂપિયાની આવશ્યકતા છે. મુંબઇ મેટ્રોપોલિટન રિજનના વિસ્તારમાં મુંબઈ, થાણે, નવી મુંબઈ, વસઈ-વિરાર, મીરા-ભાયંદર, કલ્યાણ-ડોમ્બિવલી અને કર્જત સુધીનો વિસ્તાર આવે છે.
