Site icon

ખોટ માં રહેલી મોનોરેલ ને ઉગારવા માટે હવે એક નવું રેલ્વે સ્ટેશન ઊભું કરાશે. જાણો દક્ષિણ મુંબઈનો કયો વિસ્તાર મોનોરેલ હેઠળ આવશે

News Continuous Bureau | Mumbai              MMRDA Planning to connect Mono rail with Metro

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ ખોટમાં રહેલી મોનોરેલને મેટ્રો-3 સાથે જોડવાનો નિર્ણય લીધો છે.
મુંબઈગરાની સુવિધાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું હોવાનો દાવો MMRDA કર્યો છે. જોકે હકીકતમાં ધોળો હાથી સાબિત થયેલી મોનો રેલને ઉગારવા માટે તેનો મેટ્રો-3 સાથે જોડવામાં આવી રહી હોવાનું કહેવામાં આવે છે.

Join Our WhatsApp Community

MMRDAના કહેવા મુજબ મોનોરેલનું છેલ્લું સ્ટેશન જેકબ સર્કલ સ્ટેશન છે, તેનો વિસ્તાર કરીને નિર્માણધીન મહાલક્ષ્મી મેટ્રો સ્ટેશન સાથે જોડવામાં આવશે. તે માટે MMRDAને 500 મીટર સુધી મોનોના રૂટને વધારવો પડવાનો છે. ત્યારબાદ મોનોને અંડરગ્રાઉન્ડ મેટ્રો-3 સાથે જોડવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં નગરસેવકોનું અસ્તિત્વ સમાપ્ત, BMCનો કારભાર હવે પ્રશાસકના હાથમા, રાજકીય પાર્ટીઓની ઓફિસમાં લાગી જશે તાળા. જાણો વિગત

મહાલક્ષ્મી મેટ્રો સ્ટેશન અને જેકબ સર્કલ મોનો સ્ટેશન જોડાઈ જશે, તો મુંબઈગરાનો પ્રવાસ વધુ સરળ રહેશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમ જ બંને કોરિડોરની કનેક્ટિવીટી પણ વધશે અને બંને રૂટના પ્રવાસીઓને રૂટ બદલવામાં પણ સરળતા રહેશે.

એ સિવાય મોનોરેલને વડાલા-થાણે મેટ્રો-4 કોરિડોર સાથે જોડવાની પણ MMRDA યોજના બનાવી રહ્યું છે, જેથી દાદર, લોઅર પરેલ, ચિંચપોકલી સહિત મધ્ય મુંબઈના વિસ્તારો સાથે જોડી શકાશે.

Dhurandhar 2 Piracy:‘ધુરંધર 2’ પાયરેસીનો શિકાર: ₹50 માં ફિલ્મ લીક કરનારી ટેલિગ્રામ ગેંગ વિરુદ્ધ સાયબર પોલીસની FIR
Thane Crime:થાણેમાં નરાધમની શરમજનક કરતૂત: બાંધકામ સાઇટ પર ૭ વર્ષની બાળકી પર અત્યાચાર, આરોપી ઝડપાયો
Dharavi Terror: ધારાવીમાં ગુંડાતત્વોનો આતંક: ૨૫ મોટરસાઇકલ ફૂંકી મારી, ₹૨૨ લાખનું નુકસાન
Mumbai Road Accident:મુંબઈમાં કાળમુખા વાહનોનો આતંક: ડિંડોશી અને કાંદિવલીમાં બે માસૂમ વિદ્યાર્થિનીઓના કરુણ મોત, વાલીઓમાં ભારે રોષ!
Exit mobile version