ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર.
મુંબઈગરાનો પ્રવાસ સુવિધાજનક બનાવવા માટે ચાલુ કરવામાં આવેલી મોનોરેલ સરકાર માટે ધોળો હાથી સાબિત થઈ છે. મુંબઈગરા માટે લોન્ચ કરવામાં આવી ત્યારથી તે સતત ખોટમાં જ રહી છે. મોનોરેલને નુકસાનીમાંથી બહાર લાવવા માટે સરકારે હવે તેનો રૂટ લંબાવવાનો નિર્ણય લીધો છે. જે હેઠળ મોનોરેલ હવે સંત ગાડગે મહારાજ ચોકથી મેટ્રો-3 રેલના મહાલક્ષ્મી સ્ટેશન સુધી લંબાવાશે.
મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા દેશની પહેલી મોનોરેલ ચેંબુરથી વડાલા વચ્ચે ચાલુ કરવામાં આવી હતી. આ બંને સ્ટેશન વચ્ચે 2014માં પહેલી મોનોરેલ દોડી હતી. બીજા તબક્કામાં સંત ગાડગેથી સાત રસ્તા વચ્ચે 2019માં ચાલુ થઈ થઈ હતી. જોકે શરૂઆતથી તેના રૂટને કારણે પ્રવાસીઓનો મોળો રિસ્પોન્સ મળ્યો હતો.