Site icon

આમદની અઠ્ઠની ખર્ચા રૂપિયા ! MMRDAએ સફેદ હાથી સાબિત થયેલી મોનોરેલ વેચી મારવાની ફિરાકમાં જાણો વધુ વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,17 જુલાઈ  2021

Join Our WhatsApp Community

શનિવાર,

વાજતે ગાજતે દેશની પહેલી ચાલુ કરવામાં આવેલી મોનોરેલ બહુ જલદી વેચાઈ જાય એવી શકયતા છે. મોનો રેલને ચલાવવું અને તેની જાળવણી કરવું મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલમેન્ટ ઓથોરિટી (MMRDA)ને ભારે પડી રહ્યું છે.  તેથી મોનોરેલ કોઈ ખાનગી કંપનીને ચલાવવા આપી દેવા માટે MMRDA વિચાર કરી રહી હોવાનું કહેવાય છે.

લગભગ 3,000 કરોડ રૂપિયાના ખર્ચે ઊભી કરવામાં આવેલી મોનોરેલ પ્રવાસીઓને પોતાની તરફ ખેંચવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. પહેલાથી તેને પ્રવાસી મળતા નહોતા .તેમા હવે છેલ્લા 15 મહિનાથી કોરોનાને પગલે લાદવામાં આવેલા લોકડાઉનને પગલે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે.

મુંબઈમાં વેક્સિન લેવા માટે લોકોની પડાપડી : BKC જમ્બો સેન્ટરની બહાર સવારથી લોકોની લાંબી લાઇન; જાણો વિગત

મોનોરેલ  જે રૂટ પર બનાવવામાં આવી રહી હતી, તેની સામે પહેલાથી જ વિરોધ રહ્યો હતો. પ્રવાસી ઓછા તેમાં પાછું તેની જાળવણીનો ખર્ચ વધુ જે હવે MMRDAને પરવડી નથી રહ્યો. તેથી સરકાર જો મંજૂરી આપે તો તે ખાનગી કંપનીને ચલાવવા માટે આપી દેવામાં માગે છે.

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version