દહીસર અને મીરા-ભાયંદર લીંક રોડનું સમાધાન નીકળ્યું… જાણો શું છે પ્લાન..

Mumbai Link Road Project: Mumbai will connect 2 more suburbs, 50 minutes journey possible in 20 minutes; Read what is the projec

Mumbai Link Road Project: Mumbai will connect 2 more suburbs, 50 minutes journey possible in 20 minutes; Read what is the projec

 News Continuous Bureau | Mumbai

દહિસરથી(Dahisar) મીરા-ભાઈંદર(Mira Bhayander) સુધીના પ્રસ્તાવિત  લિંક રોડને(Link Road) આડે રહેલી અડચણો આખરે દૂર થઈ ગઈ છે.  મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની હદની બહાર બનાવવામાં આવનારા વધારાના રસ્તાના નિર્માણ માટે MMRDAએ સંમત થઈ છે. આ લીંક રોડ બન્યા બાદ લાખો મુસાફરોને ટ્રાફિક જામની(Traffic jam) સમસ્યામાંથી રાહત મળશે.

Join Our WhatsApp Community

દહિસરથી મીરા-ભાઈંદર સુધી પાંચ કિલોમીટર લાંબો લિંક રોડ પ્રસ્તાવિત છે. MMRDAએ મુંબઈ મહાનગરપાલિકાને પત્ર લખીને કહ્યું છે કે તે મહાનગરપાલિકાની હદની બહારનું કામ પોતાના ખર્ચે કરવા તૈયાર છે. દહિસરથી મીરા-ભાઈંદર લિંક રોડનો કુલ ખર્ચ લગભગ 1800 કરોડ રૂપિયા છે. મુંબઈ મહાનગરપાલિકા લગભગ 2 કિલોમીટરનો રોડ બનાવશે. આ માટે મહાનગરપાલિકા અંદાજે 700 થી 750 કરોડનો ખર્ચ કરશે. પાલિકાની હદની બહારના બાકીના 3 કિમી રોડનું બાંધકામ(Road construction) MMRDA દ્વારા કરવામાં આવશે. આમાં અસરગ્રસ્તોના પુનર્વસન અને રસ્તાઓ વગેરેનો ખર્ચ MMRDAએ ઉઠાવશે. 

આ સમાચાર પણ વાંચો : નકલી બંદુકથી અસલી ચોરી. જુઓ જ્વેલર્સની દુકાનમાં ચોરીનો વિડીયો..

મુંબઈમાં પ્રવેશતા વાહનો માટે દહિસર એક મહત્વપૂર્ણ એન્ટરન્સ છે. રોજબરોજ હજારો વાહનો કામકાજ અને ધંધાના સંબંધમાં મુંબઈ આવે છે, જેના કારણે વાહનચાલકો અને મુસાફરોને ભારે ટ્રાફિકની સમસ્યાનો(Traffic problems) સામનો કરવો પડે છે. દહિસરથી મીરા-ભાઈંદર લિંક રોડનું નિર્માણ દહિસર ચેકનાકા અને તેની આસપાસના ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે અને લાખો મુસાફરોને મોટી રાહત આપશે એવો દાવો પાલિકાનો છે.
 

BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Exit mobile version