Site icon News Continuous Bureau | Mumbai

ફિલ્મમાં કામ આપવાને બહાને મહિલાનું શારીરિક શોષણ કરનારાઓની થાણેમાં મનસેએ કરી ધોલધપાટ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 30 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

છોકરીઓને ફિલ્મમાં કામ આપવાની લાલચ આપી તેનો ગેરફાયદો લેનારાઓને હાલમાં જ થાણેમાં રંગે હાથે પકડી પાડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ચિત્રપટ કર્મચારીના પદાધિકારીઓએ આ ટોળકીને રંગે હાથે પકડીને તેમની બરોબરની ધોલધપાટ કરી પોલીસને સોંપી દીધા હોવાનો બનાવ બન્યો હતો. 

હિન્દી ફિલ્મમાં કામ અપાવવાની લાલચે એક યુવતીને થાણેમાં હૉટેલમાં પ્રોડ્યુસરને મળવા માટે બોલાવી હતી. ટોળકીના લીડરે યુવતીને પ્રોડ્યુસર સહિત તેના અન્ય માણસોને હૉટેલમાં ખુશ કરશે તો તેને કામ આપવામાં આવશે એવી લાલચ આપી હતી. આ યુવતીએ  તુરંત તેની ફરિયાદ મનસેના ચિત્રપટ કર્મચારી સેનાને કરી હતી. તેઓએ યુવતી સાથે મળીને છટકું ગોઠવીને આખી ટોળકીને પકડી પાડી હતી.

વિરારમાં ICICI બૅન્કમાં ચોરીનો પ્રયાસ; મૅનેજરની બૅન્કમાં જ હત્યા થઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી

ફિલ્મમાં કામ આપવાની લાલચ આપી યુવતીઓનું શારીરિક શોષણ કરનારી ટોળકીના તમામ સભ્યોને રંગે હાથે પકડી પાડવામાં આવ્યા હતા, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ ટોળકીના લોકોને માર મારવામાં આવ્યો હતો. તેમની પાસે જાહેરમાં માફી મગાવવામાં આવી હતી અને બાદમાં તેમને પોલીસને સોંપી દેવામાં આવ્યા હોવાનું મનસેના ચિત્રપટ કર્મચારી સેનાના ઉપાધ્યક્ષ પદ્મનાભ રાણેએ જણાવ્યું હતું.

Borivali Encroachment Demolition બોરીવલીમાં પાલિકાનું બુલડોઝર ફર્યું ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ અભિયાન હેઠળ 20 ગેરકાયદે બાંધકામો અને 15 સ્ટોલ તોડી પડાયા
Mumbai Fire Brigade ACB Trap હોટેલના ફાયર લાયસન્સ માટે લાંચ માગનારા મુંબઈ ફાયર બ્રિગેડના બે અધિકારીઓ ₹80 હજાર લેતા ACB ના સકંજામાં
Railway Divyang Coach Special Drive દિવ્યાંગ કોચમાં રેલવેની સ્પેશિયલ ડ્રાઈવ 39 અનધિકૃત પ્રવાસીઓ પાસેથી ₹78,000 નો દંડ વસૂલાયો
Khar Road Accident ખાર માર્ગ અકસ્માતમાં પૂરપાટ કારે લીધો યુવકનો ભોગ, પત્ની હોસ્પિટલમાં દાખલ, વૃદ્ધ ચાલક સામે કેસ દાખલ
Exit mobile version