Site icon

હવે રાજ ઠાકરેએ લોકલ બાબતે રાજ્ય સરકારને ચીમકી આપી : કહ્યું લોકલ ચાલુ નહિ કરાય તો મોટું આંદોલન થશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઓસરી રહી છે. તેમ છતાં લોકલના દરવાજા સામાન્ય મુંબઇગરા માટે બંધ છે, જેને કારણે મુંબઈગરાંને ભારે હાલાકી પડી રહી છે. હવે મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ પોતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લોકલ શરૂ કરવા અંગે પત્ર લખ્યો છે. આ પત્રમાં રાજ ઠાકરેએ ચેતવણી આપી છે કે મુંબમાં લોકલ તાત્કાલિક બધા માટે ખોલવામાં આવે નહિતર મનસે દ્વારા આંદોલન કરવામાં આવશે.

રાજ ઠાકરેએ પોતાના પત્રમાં લખ્યું છે કે છેલ્લા 15 મહિનાથી મહારાષ્ટ્ર સરકારે બાકીના દેશની જેમ મહારાષ્ટ્ર પર પણ વિવિધ પ્રતિબંધો લાદ્યા છે. લોકો આ પ્રતિબંધોને અનુસરી રહ્યા છે, પરંતુ આજકાલ સવાલ એ છે કે આ પ્રતિબંધો કોના માટે છે. હાલમાં મુંબશહેર માટે લેવામાં આવતા નિર્ણય અગમ્ય છે. મુંબઈની લગભગ તમામ ફિસો ખુલી ગઈ છે અને દરેક વ્યક્તિ ઘરેથી કામ કરી શકતી નથી. આ માટે તેઓએ દરરોજ ઘણા કલાકોની મુસાફરી કરવી પડે છે.

દૈનિક ભાસ્કરનાં કાર્યાલયોપર ઇન્કમ ટૅક્સની રેડ; સંસદમાં પણ આ મામલે પડ્યા પડઘા, જાણો વિગત

મહારાષ્ટ્ર સરકારે બસ સેવા માટે પરવાનગી આપી દીધી છે, પરંતુ લોકલ બંધ હોવાને કારણે આ બસમાં ખૂબ ભીડ થાય છે. આવી ભીડમાં મુસાફરી કરવાથી કોરોના ફેલાવાનું જોખમ વધે છે. તેથી બસ અને લોકલ શરૂ કરીને મુંબઈગરાને રાહત આપવાની માગણી રાજ ઠાકરેએ કરી છે.

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version