News Continuous Bureau | Mumbai
મનસે નેતા સંદીપ દેશપાંડે પર જીવલેણ હુમલો થયો છે. દાદરના શિવાજી પાર્કમાં તે મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે આ જીવલેણ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા શખ્સોએ દેશપાંડે પર સ્ટમ્પ અને સળિયા વડે હુમલો કર્યો હતો. દેશપાંડેની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દેશપાંડેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. પરંતુ આ હુમલામાં સંદીપ દેશપાંડેના હાથ અને પગમાં ઈજા થઈ છે.
એવી આશંકા છે કે રાજકીય દુશ્મનાવટના કારણે અજાણ્યા હુમલાખોરોએ સંદીપ દેશપાંડે પર આ હુમલો કર્યો છે. આ હુમલા બાદ MNS કાર્યકર્તાઓમાં ગુસ્સો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના આ હાઈવે પર મધરાતે ટેમ્પો અને બસ વચ્ચે થયો અકસ્માત, ટેમ્પો ચાલકનું મોત, બસ ચાલક ફરાર.. જુઓ વિડીયો..