Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ફરી પોસ્ટરને લઈને એમએનએસ અને શિવસેનાના સામ-સામે, શિવાજી પાર્કમાં લાગ્યા આ પોસ્ટરો. શિવસૈનિકો ઉશ્કેરાયા.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)માં લાંબા સમયથી શિવસેના અને એમએનએસ(shiv sena and MNS) વચ્ચે પોસ્ટરબાજી (poster war)ચાલી રહી છે. હવે ફરી એક વખત એમએનએસે(MNS) મુંબઈના દાદરમાં શિવાજી પાર્ક (Dadar Shivaji Park)વિસ્તારમાં મીનાતાઈ ઠાકરેની પ્રતિમાની સામે પોસ્ટર લગાવ્યા છે, તેને કારણે શિવસૈનિકોમાં ઉશ્કેરાઈ ગયા છે.
મસ્જિદમાં લાઉડસ્પીકર સામે હનુમાન ચાલીસા(Hanuman Chalisa) વગાડવાનો વિવાદ ઊભો કરનારા MNS પ્રમુખ રાજ ઠાકરેએ હવે તેઓ અયોધ્યા(Ayodhya) મુલાકાતે જવાના હોવાની જાહેરાત કરી છે. તેની પૃષ્ઠભૂમિ પર, MNS દાદર વિસ્તારમાં ઠેર ઠેર પોસ્ટર અને બેનરો લગાવી દીધા છે.

Join Our WhatsApp Channel

રાજ ઠાકરે(Raj Thackeray) 5 જૂને અયોધ્યા જવા રવાના થવાના છે. આ અગાઉ મુખ્ય પ્રધાન(CM) અને શિવસેના પક્ષ (Shiv Sena chief)પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સહિત રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે(Aditya Thackeray) પણ અયોધ્યા જવાની જાહેરાત કરી ચૂક્યા છે. હવે રાજ ઠાકરે(Raj Thackeray)એ અયોધ્યા જવાની જાહેરાત કરી છે. તેથી એમએનએસે દાદરમાં ઠેર ઠેર બેનર લગાવી દીધા છે, તેમાં જોકે શિવાજી પાર્કમાં મીનાતાઈ ઠાકરેના પૂતળા પાસે રાજ ઠાકરેનું મોટું પોસ્ટર લગાડવામાં આવ્યું છે, જેમાં  રાજ ઠાકરે ભગવા કપડામાં દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત બેનર પર 'રાજ તિલક કી કરો તૈયારી, આ રહે હૈં ભગવાધારી' એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સાથે જ બેનર પર લોકોને પણ 'અયોધ્યા આવો, અમે જઈ રહ્યા છીએ, તમે પણ આવો' એવી અપીલ કરવામાં આવેલી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાની બીજી લાઈફલાઈન ખોરવાઈ, સળંગ બીજા દિવસે બેસ્ટની બસને લાગ્યો બ્રેક; જાણો વિગતે

અત્યાર સુધી મરાઠી માણુસના નામે રાજકારણ કરનારા રાજ ઠાકરે હવે ધીમે ધીમે હિંદુત્વના મુદ્દે ઢળી રહ્યા છે. તેની સામે શિવસેના અને ભાજપ વર્ષોથી હિંદુત્વને નામે પોતાનું અસ્તિત્વ જમાવીને બેઠા છે.

AntiDrugs Awareness Campaign મુંબઈના નોર્થ ઝોન૩ માં ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાન ૨૩ શાળાઓના ૨ હજારથી વધુ વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા
Bandra Gang MCOCA Arrests બાંદ્રામાં આતંક મચાવનાર કુખ્યાત ગેંગ સામે મકોકા હેઠળ ગુનો નોંધાયો, ત્રણની ધરપકડ
Navi Mumbai Road Rage નવી મુંબઈના પામ બીચ રોડ પર ઓલા ડ્રાઇવર પર હુમલો કરી કારના બોનેટ પર ૨ કિલોમીટર સુધી ઘસડ્યો
Mumbai Digital Arrest Cyber Fraud મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ ના નામે નિવૃત્ત અધિકારી સાથે ૫૧ લાખની સાયબર ઠગાઈ એકની ધરપકડ
Exit mobile version