Site icon News Continuous Bureau | Mumbai

વાહ! ગિરગાંવ ચોપાટી પર પર્યટકો માટે મોબાઇલ ટૉઇલેટની સુવિધા, સૌર ઊર્જા પર ચાલનારું શૌચાલય કરશે પાણીની બચત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

ગિરગાંવ ચોપાટી પર આવતા પર્યટકો માટે મુંબઈ મહાનગરપાલિકાએ ફરતા વેક્યુમ મોબાઇલ ટૉઇલેટની સુવિધા  ઉપલબ્ધ કરી છે. પર્યાવરપૂરક આ શૌચાલય પ્રાયોગિક ધોરણે  લગભગ 6 મહિના માટે ચાલુ કરવામાં આવ્યું છે. 90 ટકા પાણીની બચત કરતું આ શૌચાલય સૌર ઊર્જા પર ચાલે છે.

વેક્સિનની અછત સામે રોજના આટલા લાખ લોકોને વેક્સિન આપવાનો BMCએ કર્યો દાવો; જાણો વિગત

ગિરગાંવ ચોપાટી પર અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક આ મોબાઇલ ટૉઇલેટની સુવિધા હશે. મહિલા અને પુરુષ બંને માટે અહીં  આ સગવડ હશે. આ સગવડ મફતમાં ઉપલબ્ધ હશે. આ શૌચાલયમાં પાણીની પણ બચત થશે. પાલિકાના જણાવ્યા મુજબ આ ટૉઇલેટમાં દરેક ફ્લશ પાછળ સવા લિટર પાણીનો ઉપયોગ થાય છે. 200 લીટર પાણીમાં 100 વખત ફ્લશ કરી શકાશે, જ્યારે સામાન્ય  શૌચાયલમાં 200 લિટર પાણીમાં 20 ફ્લશ થાય છે. એટલે કે દરેક ફ્લશ પાછળ 10 લિટર પાણી વપરાય છે, ત્યારે મોબાઇલ શૌચાલયમાં 90 ટકા પાણીની બચત થશે. 

Kalyan CSMT Fast AC Local Door Malfunction કલ્યાણCSMT ફાસ્ટ AC લોકલના તમામ દરવાજા બંધ રહેતા હંગામો, માત્ર એક જ દરવાજો ખુલતા ઉમટી ભારે ભીડ
Mumbai Police Praiseworthy Action મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી પેડર રોડ પરથી મળ્યો ૧ વર્ષથી ગુમ થયેલો વ્યક્તિ; પરિવાર સાથે કરાવ્યું મિલન
Cuffe Parade Police ચાલુ ટ્રેનમાંથી ૪ રાજ્યોનો શાતીર વાહનચોર પકડાયો, કફ પરેડ પોલીસનું ગુજરાતમાં ગુપ્ત ઓપરેશન સફળ
BMC Beach Cleanliness Drive કુદરતનો વળતો પ્રહાર.. મનુષ્યે દરિયામાં ફેંકેલો કચરો ઉંચી ભરતીમાં પાછો આવ્યો; જુહૂ બીચ પરથી સૌથી વધુ કચરો મળ્યો
Exit mobile version