Site icon News Continuous Bureau | Mumbai

Money Doubling Scam in Goregaon: જાદુઈ કેમિકલ અને સફેદ પાવડરની માયાજાળ: અસલી નોટો લઈ વેપારીને સફેદ કાગળના બંડલ પધરાવી દીધા; ગોરેગાંવ પોલીસમાં ફરિયાદ.

Money Doubling Scam in Goregaon: પંખાના વેપારીને રાતોરાત અમીર બનવાની લાલચ નડી; ઠગબાજોએ રૂમમાં જ કરી 'હાથચાલાકી' અને લાખોની રોકડ સેરવી લીધી.

Money Doubling Scam in Goregaon Businessman duped of ₹7 Lakh by conmen claiming to 'print' notes using chemicals.

Money Doubling Scam in Goregaon Businessman duped of ₹7 Lakh by conmen claiming to 'print' notes using chemicals.

News Continuous Bureau | Mumbai

મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં પૈસા બમણા કરવાની લાલચમાં એક વેપારીએ ₹7 લાખ ગુમાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. ઠગબાજોએ એક વિશેષ કેમિકલ અને પાવડર દ્વારા અસલી જેવી જ નોટો છાપવાનો દાવો કરી વેપારીને વિશ્વાસમાં લીધો હતો. છેતરપિંડી આચરીને આરોપીઓ વેપારીના ઘરમાંથી જ રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા.ફરિયાદી વેપારી પંખાના રેગ્યુલેટર એસેમ્બલ કરવાનો વ્યવસાય કરે છે. આરોપીઓએ વેપારીને લાલચ આપી હતી કે તેમની પાસે એવું કેમિકલ છે જે અસલી નોટની હૂબહૂ નકલ બનાવી શકે છે. આ જાળમાં ફસાયેલા વેપારીએ મિત્રો પાસેથી ઉછીના અને બેંકમાંથી ઉપાડીને કુલ ₹7 લાખની વ્યવસ્થા કરી હતી.

Join Our WhatsApp Channel

રૂમમાં જ કેમિકલ છાંટવાનું નાટક કરી આચરી ઠગાઈ

આરોપીઓ વેપારીના ઘરે પહોંચ્યા હતા અને પરિવારને રૂમની બહાર મોકલી દીધા હતા. તેમણે વેપારીની નજર સામે જ નોટો પર સફેદ પાવડર છાંટવાનું નાટક કર્યું હતું. અત્યંત ચાલાકીથી તેમણે અસલી નોટોના બંડલ કાઢી લીધા અને તેના સ્થાને સફેદ કાગળના બંડલ મૂકી તેને ટુવાલ અને બ્રાઉન પેપરમાં વીંટાળી દીધા હતા.

આ સમાચાર પણ વાંચો : Rapido Driver’s Unique Scam: રેપિડો ડ્રાઈવરની અનોખી ઠગાઈ: એરપોર્ટ પર ફેક બુકિંગ કરી કંપનીને ચૂનો લગાવનાર ડ્રાઈવર જેલભેગો.

“એક કલાક સુધી પેકેટ ખોલતા નહીં”

ઠગબાજોએ વેપારીને કડક સૂચના આપી હતી કે કેમિકલની અસર થવા માટે આ પેકેટને એક કલાક સુધી ખોલવું નહીં. વેપારી જ્યારે એક કલાકની રાહ જોઈ રહ્યો હતો ત્યારે બંને ઠગબાજો રોકડ લઈને નવ-દો-ગ્યારા થઈ ગયા હતા. સમય પૂરો થતા જ્યારે વેપારીએ પેકેટ ખોલ્યું ત્યારે તેમાં અસલી નોટોને બદલે માત્ર રદ્દી સફેદ કાગળના ટુકડા જોવા મળ્યા હતા.

CCTV અને મોબાઈલ લોકેશનથી તપાસ શરૂ

ગોરેગાંવ પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ આરોપીઓના મોબાઈલ નંબર અને વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસી રહી છે. પોલીસને શંકા છે કે આ કોઈ વ્યવસ્થિત ટોળકી છે જે ‘બ્લેક મની’ ડબલ કરવાના નામે નિર્દોષ લોકોને નિશાન બનાવી રહી છે.

Habitual Thief Arrested Andheri અંધેરીમાં મેડિકલ સ્ટોરમાંથી મોબાઈલ ચોરનાર રીઢો તસ્કર ઝડપાયો 21 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો
Illegal CDR Racket Busted Crime Branch ગેરકાયદે CDR સપ્લાય કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે બે પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 આરોપીઓની કરી ધરપકડ
Railway TTE Rescues Minor Boy રેલવે ટીટીઈની સતર્કતાથી ટ્રેનમાં એકલો ભટકતો 12 વર્ષનો સગીર સુરક્ષિત પૂછપરછ બાદ CSMT RPF ને સોંપાયો
Malad Spiderman Style Burglar Arrested મલાડમાં ‘સ્પાઈડરમેન’ સ્ટાઈલમાં ફ્લેટમાં ત્રાટકેલો તસ્કર ઝડપાયો ડિંડોશી પોલીસે ગણતરીના કલાકોમાં તમામ મુદ્દામાલ જપ્ત કર્યો
Exit mobile version