ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
મુલુંડ(વેસ્ટ)માં એલ. બી. એસ. રોડ પર સોમવારે રસ્તા પર પાર્ક કરેલી એક ઑટોરિક્ષામાં વિશાળ કદની મોનિટર લિઝાર્ડ (ગરોળી) મળી આવતાં લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો. લગભગ સાડાત્રણ ફૂટ લાંબી આ ગરોળી વરસાદથી બચવા કદાચ ઑટોરિક્ષામાં ઘૂસી ગઈ હોવાનો અંદાજ છે.
રેકિન્ક ઍસોસિયેશન ફૉર વાઇલ્ડ લાઇફ વેલ્ફેરના વાઇલ્ડ ઍક્ટિવિસ્ટે તેને બચાવી લીધી હતી. બાદમાં તેને ફોરેસ્ટ ઑફિસરને સોંપી દેવામાં આવી હતી. કોઈએ પોલીસને આ બાબતે ફોન કર્યો હતો. પોલીસે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોન કર્યો હતો. ઍક્ટિવિસ્ટના કહેવા મુજબ ઑટોરિક્ષાના CNG સોકેટની અંદર એ છુપાઈ ગઈ હતી, એને એમાંથી બહાર કાઢવામાં પણ બહુ મુશ્કેલી પડી હતી.
