Site icon

રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરવું મુંબઈગરાને ભારે પડ્યુ- 3 મહિનામાં આટલા લોકો સામે નોંધાયા કેસ- અંધેરીથી મલાડમાં સૌથી વધુ FIR નોંધાઈ

News Continuous Bureau | Mumbai

મુંબઈ પોલીસ કમિશનર(Mumbai Police Commissioner) સંજય પાંડેએ(Sanjay Pandey) ટ્રાફિક પોલીસને(Traffic police) ટ્રાફિકના નિયમોનું(traffic rules) ઉલ્લંઘન કરનારા ખાસ કરીને મુંબઈમાં રોંગ સાઈડ પર ડ્રાઈવિંગ(wrong side Driving) કરનારા સામે આકરા પગલા લેવાની સૂચના આપી હતી. તે મુજબ મુંબઈ ટ્રાફિક પોલીસ સક્રિય થઈ ગઈ છે. વાંરવારની ચેતવણી બાદ પણ મુંબઈગરા છે કે સુધરાવાનું નામ લેતા નથી.  છેલ્લા ત્રણ મહિનામાં મુંબઈ પોલીસે(Mumbai Police) શહેરમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ માટે 15,344 કેસ નોંધ્યા છે, જેમાંથી 3,434 વાહનચાલકોને(motorists) દોષી ઠેરવવામાં આવ્યા છે. તેમાં પણ સૌથી વધુ કેસ અંધેરીથી મલાડ વચ્ચે નોંધાયા છે. 

Join Our WhatsApp Community

માર્ચમાં પોલીસ કમિશનર સંજય પાંડેએ ટ્રાફિક પોલીસને મુંબઈમાં રોંગ સાઈડ પર ડ્રાઇવિંગ કરનારા સામે એફઆઈઆર નોંધવાનું કહ્યું હતું, તે મુજબ મુંબઈમાં પશ્ચિમ પરાંમાં(West Suburbs) અંધેરીથી મલાડ સુધી સૌથી વધુ FIR નોંધવામાં આવી છે.

 આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ સાચવજો- મુંબઈમાં આટલા દર્દીઓમાં જોવા મળ્યા Omicronના સબ વેરિયન્ટ BA4 અને BA5-પાલિકા પ્રશાસન થયું સાબદું

મુંબઈ પોલીસે બહાર પાડેલા ડેટા અનુસાર ઉત્તર ઝોનમાં અંધેરીથી મલાડ સુધી સૌથી વધુ 1,871 FIR નોંધવામાં આવી હતી અને તેમાંથી 394 દોષી ઠર્યા હતા. ચર્ચગેટથી ગાંવદેવી સુધીના દક્ષિણ ઝોનમાં 1,753 કેસ નોંધાયા હતા. જો કે, સેન્ટ્રલ ઝોનથી(central zone) તારદેવથી એનએમ જોશી ઝોન(NM Joshi Zone) સુધી ફ્કત 490 કેસ નોંધાયા હતા. 

ટ્રાફિક પોલીસના કહેવા મુજબ નવી ગાઈડલાઈન લાગુ થયા બાદ ડ્રાઈવરો થોડા સુધર્યા છે. અગાઉ રોંગ સાઇડ ડ્રાઇવિંગ માટે દરરોજ ઓછામાં ઓછા 200 લોકો પકડાતા હતા, પરંતુ હવે આ સંખ્યામાં થોડો ઘટી ગઈ છે.  

અહીં ઉલ્લેખનીય છે કે નવી માર્ગદર્શિકા મુજબ FIR નોંધાયા બાદ ગુનેગારનું વાહન જપ્ત કરવામાં આવે છે. ત્યાર બાદ પોલીસ એક મહિનાની અંદર IPCની કલમ 279 અને 336 હેઠળ ગુનેગાર સામે ચાર્જશીટ દાખલ કરે છે અને તેને મેજિસ્ટ્રેટ કોર્ટમાં(magistrate court) રજૂ કરે છે. કેસની સુનાવણી કર્યા પછી, ગુનેગારને કોર્ટમાં બોલાવવામાં આવે છે, જ્યાં ન્યાયાધીશ આરોપીને દોષી ઠેરવે છે અને તેમને 3,000થી 4,000 સુધીના દંડની સજા કરે છે. એકવાર દંડ ચૂકવવામાં આવે પછી કોર્ટ પોલીસને FIR રદ કરવા અને ગુનેગારનું જપ્ત વાહન પરત કરવાનો આદેશ આપે છે. IPCની કલમ 279 અને 336 હેઠળની સજા ત્રણ વર્ષથી ઓછી છે, તેથી તેમને દંડ સાથે છોડી દેવામાં આવે છે
 

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version