ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
સામાન્ય નાગરિકોને ઘટનાના ઊંડાણ સુધી પહોંચીને હંમેશા તથ્ય સમાચારો પહોંચાડવા દિવસ રાત એક કરી દેનારા પત્રકારોની વહારે હવે ઉત્તર મુંબઈના ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી આવ્યા છે. ઉત્તર મુંબઈના પત્રકારો માટે ભવન બનાવવામાં મદદ કરવાનું આશ્વાસન ગોપાલ શેટ્ટીએ આપ્યું છે.
ઉત્તર મુંબઈ પત્રકાર સંઘના પ્રમુખ વિજય વૈદ્ય, મહાસચિવ યોગેશ ત્રિવેદી(ગુરુજી) અને ખજાનચી વિનોદ યાદવે આજ રોજ સાંસદ ગોપાલ શેટ્ટીની મુલાકાત લીધી હતી અને તેમને પત્રકારો માટે ભવન નિર્માણને લઈને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું.
મુંબઈની સ્ટીલ માર્કેટમાં સન્નાટો, રશિયા અને યુક્રેનને લીધે આ અસર પડી… જાણો વિગત
આ મુલાકાત દરમિયાન સાંસદ ગોપાલ શેટ્ટીએ ઉત્તર મુંબઈ પત્રકાર સંઘને વચન આપ્યું હતું કે તેઓ સંઘને ભવન નિર્માણ માટે જગ્યા આપવા અને તેનું બાંધકામ પૂર્ણ કરવામાં મદદ કરશે. સાંસદ ગોપાલ શેટ્ટીના આ વચન અને ખાતરી બાદ પત્રકારોમાં આનંદની લહેર વ્યાપી ગઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ઉત્તર મુંબઈમાં પત્રકારો માટે ભવન નિર્માણ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
